દૃેશની સર્વોચ્ચ અદૃાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ હળવો કરવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરી દૃીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદૃ સરકાર દ્વારા આ અંગેનો નવો વટહુકમ (અધ્યાદૃેશ) બહાર પાડવામાં આવ્યો છે.કેન્દ્રીય કાયદૃા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ, ૨૦૨૬’ ને પોતાની લીલી ઝંડી આપી દૃીધી છે. આ નવા પગલા અંતર્ગત વર્ષ ૧૯૫૬ના મૂળ કાયદૃામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા બાદૃ સર્વોચ્ચ અદૃાલતમાં ન્યાયાધીશોનું માળખું બદૃલાશે. જેના અનુસાર મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત માન્ય જજોની સંખ્યા ૩૩ થી વધીને ૩૭ થઈ જશે. જજોની આ વધેલી સંખ્યામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) નો સમાવેશ થતો નથી. એટલે કે મુખ્ય ન્યાયાધીશને ગણતરીમાં લેતા, સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા હવે વધીને ૩૮ થશે.
રિલેટેડ ન્યૂઝ
-
ભાવ વધારાની અસરના કારણે બીજી અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે
ઝડપથી વેચાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સની મોટી કંપનીઓએ પહેલેથી જ ખર્ચાના દૃબાણ અંગે િંચતા જતાવવાનું શરૂ કરી દૃીધું... -
માંડ-માંડ બચ્યા ૬૮ મુસાફરોના જીવ ત્રિવેન્દ્રમ-દિૃલ્હી રાજધાનીના AC કોચમાં લાગી ભીષણ આગ લાગતા મચી અફરાતફરી
દિૃલ્હી-નિઝામુદ્દીન તરફ જઈ રહેલી ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના મ્૧ કોચમાં આગ ભભૂકી આજે વહેલી સવારે ત્રિવેન્દ્રમ-હઝરત... -
મમતા સરકારની ઓળખ જ શુભેન્દૃુ અધિકારીએ ભૂંસી કાઢી
વિશ્ર્વ બાંગ્લા લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ પશ્ર્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદૃ મુખ્યમંત્રી શુભેન્દૃુ અધિકારીના...
