દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઈન જાહેર : ભગવા રંગમાં ડોલ્ફિન લૂક

ટ્રેનનો પાછળનો ભાગ એરક્રાફ્ટ જેવો ડિઝાઈન કરાયો : રેલમંત્રીએ જાહેર કરી હાઈ સ્પીડ ટ્રેનની તસ્વીર

દેશની પ્રથમ બુલેટ ટ્રેનની કાગ ડોળે વાટ જોવાઈ રહી છે ત્યારે આ ટ્રેનની ડિઝાઈન તસ્વીર ભારતીય રેલવેએ જાહેર કરી છે. ભગવા રંગમાં આ બુલેટ ટ્રેનનો લુક ડોલફીન માછલી જેવો છે. પ્રારંભમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે આ ટ્રેન દોડશે.
ભારતીય રેલવેએ દેશની પહેલી બુલેટ ટ્રેનની ડિઝાઇન જાહેર કરી દીધી છે. રેલવે મંત્રાલયે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સ્થિત પોતાની ઓફિસના ગેટ નંબર-4 પર પ્રસ્તાવિત બુલેટ ટ્રેનનો ફોટા પ્રદર્શિત કર્યા છે. આ ફોટા સામે આવ્યા બાદ દેશભરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈઅમદ વાદ હાઈ સ્પીડ રેલ (ખઅઇંજછ) કોરિડોર પર દોડાવવામાં આવશે. ફોટામાં ટ્રેનની ડિઝાઇન ખૂબ જ આધુનિક અને એરોડાયનેમિક જોવા મળી રહી છે. ડોલ્ફિન લુકમાં ભગવા રંગની ઝલક પણ જોવા મળી રહી છે. ટ્રેનનો આગળનો ભાગ કોઈ એરક્રાફ્ટની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તેની હાઈ-સ્પીડ ક્ષમતાનો અંદાજ આપે છે. રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ફેબ્રુઆરીમાં લોકસભામાં માહિતી આપી હતી કે, 508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. આ રૂૂટ પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે. રેલવેના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર ફાઉન્ડેશન (પાયા)નું કામ પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઈસર સ્ટેશનો પર બાંધકામ ચાલુ છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (ઇઊંઈ) સ્ટેશન પર ખોદકામનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. આ સિવાય દરિયાની નીચે બનનારી ટનલ (સુરંગ) પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઘનસોલી અને શિલફાટા વચ્ચે 4.8 કિલોમીટર લાંબો અંડરસી ટનલ સેક્શન તૈયાર કરી દેવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ