દેશમાં નકલી તબીબો સામે કડક કાર્યવાહીની જરૂર

નીટ-યુજીને પારદૃર્શક બનાવવાની સાથે તબીબી વ્યવસાયમાં નકલી તબીબોનો રાફડો ફાટયો છે જે દૃર્દૃીઓના જીવન સાથે ગંભીર બાબત છે

નીટ-યુજીમાં ઘાલમેલ થતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો. આ દૃરમ્યાન મધ્ય પ્રદૃેશ તથા રાજસ્થાનના ચિકિત્સા તંત્રમાં અચરજ ભરી સ્થિતિ ઉજાગર થઇ છે.
મધ્ય પ્રદૃેશના દૃમોહ તથા જબલપુરની સરકારી હોસ્પિટલોમાં બોગસ તબીબોની નિયુક્તિ થઇ હતી આ ખુલાસો માર્ચ મહિનામાં થયો હતો જેમાં એવી સ્પષ્ટતા થઇ હતી કે, રાજસ્થાન મેડિકલ કાઉન્સીલમાં એવા લોકોની તબીબના સ્વરૂપમાં બોગસ નોંધણી કરવામાં આવી હતી.
આ વ્યક્તિઓએ ક્યારેય મેડિકલ વિષયમાં જ્ઞાન મેળવ્યું ન હતું અન્ો ક્યારેય ઇન્ટરશીપ પણ કરી ન હતી. આ માત્ર ભ્રષ્ટ્રાચાર નથી પરંતુ વ્યવસ્થાની યોગ્યતા પર દૃર્દૃીઓની જાન લઇ લે ત્ોવી ઘટના છે. યોગ્યતા વગર તબીબ બની જવું અને કાઉન્સીલ દ્વારા મેડિકલનો અભ્યાસ કર્યા વગર ઇન્ટરશીપ કર્યા વગર જો નોંધણી કરી દૃેવામાં આવી હોય તો આ બાબત સ્વાસ્થ્યના માળખા પર એક ઘાત સમાન છે.
ડોકટર બનવાના આંધળી મોહમાં શોર્ટકટ અપનાવવા જતા ગુન્ોગારો દૃર્દૃીઓના શરીરન્ો એક પ્રયોગશાળા બનાવે છે. આથી કહી શકાય કે કોઇપણ રાષ્ટ્ર માટે રાષ્ટ્રની સુરક્ષા જેટલી જરૂરી છે ત્ોટલી જ સુરક્ષા દૃર્દૃીઓની પણ હોવી જોઇએ.
આજે નીટન્ો પારદૃર્શક બનાવવાની જરૂર છે ત્ોનાથી વધારે વ્યવસ્થામાં પ્રવેશ કરી ગયેલા બોગસ તબીબોન્ો બહાર કાઢવા પણ જરૂરી હોય છે. આવા ગોટાળામાં રાજ્ય મેડિકલ કાઉન્સીલ તથા ન્ોશનલ બોર્ડ ઓફ એકઝામીન્ોશન જેવી સંસ્થાઓની ભૂમિકા પર પ્રશ્ર્નો થઇ રહૃાા છે.
આખરે કોઇપણ પ્રકારની મીલીભગત વગર આટલા મોટા પ્રમાણમાં બોગસ તબીબો દૃેશભરમાં કેમ કાર્ય કરી રહૃાા છે. શું ટોચની સંસ્થાઓ માત્ર કાગળ પર ડિગ્રીનું વિતરણ કરી રહી છે?
વિકસિત દૃેશોમાં આવાં બોગસ તબીબો જો પકડાય તો આકરી સજાની જોગવાઇ હોય છે આવા તત્ત્વોન્ો જેલના સળીયા પાછળ આજીવન રીત્ો ધકેલી દૃેવામાં આવે છે કારણ કે, આ બાબતન્ો ગંભીર ગુનો ગણવામાં આવે છે.
આથી વિપરીત ભારતમાં તપાસની પ્રક્રિયા કાચબાની ગતિએ ચાલે છે આથી ગુન્ોગારોન્ો બચવાની તક મળતી હોય છે. દૃર્દૃીઓના જીવનની સુરક્ષા તથા ત્ોમન્ો યોગ્ય સારવાર મળે ત્ો માટે માત્ર વાતો કરવાથી ચાલશે નહી પરંતુ નિર્ણાયક તથા આકરા પ્રહારો કરવાની જરૂરિયાત છે. દૃરેક તબીબનું લાઇવ ડિજિટલ ડેટાબ્ોસ બનાવવો જોઇએ આથી દૃર્દૃી એક ક્લિક દ્વારા તબીબની લાયકાત નિહાળી શકે.
મેડિકલ કાઉન્સીલે દૃરેક વર્ષ હોસ્પિટલોનું નિરિક્ષણ કરવું જરૂરી છે. જે તબીબો હોસ્પિટલાં સ્ોવા આપી રહૃાા છે ત્ોમના જરૂરી દૃસ્તાવોજોનું નિરિક્ષણ કરવામાં આવે.
જો આ બાબતમાં કોઇ બોગસ તબીબ ઝડપાઇ જાય તો આવા બોગસ તબીબ સામે ઉપરાંત ફાઇલ પાસ કરવાવાળા પર કોર્ટમાં કેસ દૃાખલ કરવામાં આવે ત્યારે જ આવા બોગસ તબીબો પર નિયંત્રણ આવશે.
આ ક્ષેત્રમાં જે જવાબદૃાર અધિકારીઓ છે ત્ોમણે આ વાત સમજી લેવી જરૂરી છે કે, મેડિકલ જેવા પવિત્ર ક્ષેત્રમાં બોગસ તબીબો સ્વરૂપ્ોનું કેન્સરનો ઇલાજ કરવો પડશે જો આમ નહીં થાય તો બોગસ તબીબોના કારણે દૃેશમાં દૃર્દૃીઓના મોતની સંખ્યામાં વધારો થશે અન્ો ઘણા પરિવારો બરબાદૃ થઇ જશે.
ભારતમાં નકલી ડોકટરોની સંખ્યા વધવા પાછળ કોઇ એક કારણ નથી પરંતુ આપણી સિસ્ટમ અન્ો સામાજિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલ મુખ્ય કારણો જવાબદૃાર છે.
જેમાં પ્રથમ છે ગ્રામીણ વિસ્તારોમાં કવોલિફાઇડ તબીબોની અછત. આ સૌથી મોટું કારણ છે ભારતમાં ડિગ્રીવાળા સારા તબીબો મોટાભાગ્ો મોટા શહેરોમાં પ્રેકિટસ કરવાનું પસંદૃ કરે છે.
ગામડાઓમાં અન્ો અંતરિયાળ વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો કે પીએચસી હોવા છતાં ત્યાં ડોકટરોની અછત હોય છે આ ખાલી જગ્યાઓ તો ફાયદૃો નકલી ડોકટરો ઉઠાવે છે.
સામાન્ય અને ગરીબ વર્ગના લોકો મોટા અન્ો ડિગ્રીવાળા ડોકટરોની ફી હોસ્પિટલના ખર્ચા, અન્ો મોંઘી દૃવાઓનો બોજો ઉઠાવી શકતા નથી જ્યારે આ નકલી તબીબો ખૂબ જ ઓછી ફીમાં ઉધાર રૂપિયા રાખી દૃર્દૃીઓ ઇલાજ કરતા હોય છે.
ત્ોઓ દૃર્દૃીન્ો તરત રાહત થાય ત્ો માટે એન્ટિબાયોટિકસ કે સ્ટીરોઇડ આપ્ો છે જેથી દૃર્દૃીઓન્ો લાગ્ો છે કે, તબીબ બહુ સારા છે અન્ો તરત આરામ થઇ જાય છે.
નકલી તબીબો સામાન્ય રીત્ો એ જ ગામ કે વિસ્તારના હોય છે ત્ોઓ લોકોની ભાષા સમજે છે ત્ોમની સાથે સમય પસાર કરે છે અન્ો ઘરે આવીન્ો દૃવા આપી જાય છે આ પ્રકારની આત્મીયતા અન્ો સરળતા સામાન્ય લોકોન્ો આકર્ષે છે જે ઘણીવાર મોટી અન્ો વ્યસ્ત હોસ્પિટલનોમાં જોવા મળતી નથી.

રિલેટેડ ન્યૂઝ