મોદી 3.0ના બે વર્ષ પુરા થતા રાજકીય અટકળો શરૂ
આગામી વર્ષની યુપી સહિતની ચુંટણી પણ એજન્ડા: ભાજપમાં જોડાયેલા ‘આપ’ના સાંસદોને તક: પ.બંગાળમાં ગાબડુ પડી શકે
વડાપ્રધાન આગામી મહિને કેન્દ્રીય કેબીનેટનું વિસ્તરણ કરી શકે: ‘નીટ’ સહિતના વિવાદોનો પડઘો પડશે:અનેક મંત્રીઓ રાજયસભામાંથી નિવૃત થઈ રહ્યા છે: સંગઠનમાં પણ મોકલવા માટે ‘નામો’ ચર્ચામાં: સાથી પક્ષોને વધુ સમાવાશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની વિદેશયાત્રાથી પરત ફરતા જ ફરી એક વખત પાટનગરમાં રાજકીય ગરમી પણ વધવા લાગી છે. એક તરફ આર્થિક મોરચે પડકાર છે તો બીજી તરફ રાજકીય એજન્ડા પણ આગળ વધારવાનો સમય આવી ગયો છે. જેમાં મોદી 3.0 સરકાર હવે બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં પ્રવેશી રહી છે. તે સમયે કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર એ નજીક હોવાનું માનવામાં આવે છે. આગામી વર્ષ ભાજપ શાસન સહિતના રાજયોમાં ધારાસભા ચુંટણી છે અને 2029ની તૈયારીઓ પણ શરૂ થશે અને હવે વડાપ્રધાન મોદી આગામી માસમાં જૂનના બીજા સપ્તાહમાં કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર કરશે તેવી અટકળો છે. ખાસ કરીને ટોચના પાંચ-છ મંત્રીઓ યથાવત રહેશે પણ તે બાદની હરોળમાં મોટા ફેરફારો આવી શકે છે. ખાસ કરીને હવે મોદી 3.0માં વધુ યુવાઓને દેશની સામે મુકાશે. ખાસ કરીને પ.બંગાળ જેવા ટફ રાજયમાં ભાજપે જે રીતે પ્રચંડ બહુમતીથી સતા મળી છે. આસામમાં ત્રીજી ટર્મ મળી છે અને તામિલનાડુમાં ડીએમકેનું શાસન ગયુ છે તે તમામ નવા ફેકટર છે. આ ઉપરાંત ‘આપ’ના સાત સાંસદો ભાજપમાં જોડાયા છે. પ.બંગાળમાં પણ આવુ ગાબડુ પડી શકે છે. આગામી વર્ષે ઉતરપ્રદેશ જેવા મહત્વના રાજયમાં ચુંટણી છે. જેમાં 2024માં ભાજપને પછડાટ લાગી હતી.
પંજાબમાં હવે આગામી વર્ષની ચુંટણી પુર્વે પ.બંગાળ જેવુ આક્રમણ ‘આપ’ સરકાર પર થશે તો ગુજરાત, ઉતરાખંડ, ગોવા જાળવી રાખવા હિમાચલ ફરી આંચકી લેવા માટેના વ્યુહ નિશ્ર્ચિત કરવાના છે.
વડાપ્રધાને અગાઉ જ તમામ મંત્રાલયના રિપોર્ટ કાર્ડ મંગાવ્યા હતા તેમાં હવે ‘નીટ’ જેવા વિવાદમાં જે રીતે સરકારની છબી બગડી છે તે પણ ખોટો સંદેશ મોકલી ગઈ છે અને અનેક મંત્રીઓ જે રાજયસભાના સભ્ય છે તેના કાર્યકાળ આગામી મહિને પુરા થઈ રહ્યા છે તથા ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળ્યા બાદ નીતિન નબીનને ‘ટીપ’ આપવાની બાકી છે તો સાથી પક્ષો જનતાદળ (યુ) તેલુગુદેશમના મંત્રીઓ વધી શકે છે. નીતીશકુમારની કેન્દ્રીયમંત્રીમંડળમાં એન્ટ્રી જો કે થશે કે કેમ તે પ્રશ્ર્ન છે. તેમના પુત્ર નિશાંતકુમારને બિહારની કેબીનેટમાં મોકલાયા છે પણ કેટલાક મંત્રીઓની રવાનગી થશે તે નિશ્ર્ચિત છે.
