મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી

બિલ્ડિંગના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દૃેવા માટે કહી દૃીધું છે, જેના માટે બ્ો મહિનાની નોટીસ આપી

પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદૃ તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર)ની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહૃાું છે. કોલકાતામાં પોતાના વર્તમાન મુખ્ય મથક (હેડક્વાર્ટર)ને લઈને પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જે બિલ્ડિંગમાં અત્યારે ્સ્ઝ્રની મુખ્ય ઓફિસ ચાલી રહી છે, તેના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દૃેવા માટે કહી દૃીધું છે. ચૂંટણીના પરિણામો બાદૃ આવેલી આ સમસ્યાએ મમતા બેનરજીની પાર્ટીની િંચતાઓમાં વધારો કર્યો છે.
મળતી માહિતી મુજબ, બિલ્ડિંગના માલિકે ્સ્ઝ્રના વરિષ્ઠ નેતાઓને મૌખિક રીતે જણાવી દૃીધું છે કે પાર્ટી આગામી બે મહિનાની અંદૃર આ પ્રોપર્ટી ખાલી કરી દૃે. એવું કહેવામાં આવી રહૃાું છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદૃ બિલ્ડિંગ માલિકે પોતાની પ્રોપર્ટીની સુરક્ષાને લઈને િંચતા વ્યક્ત કરી છે. આ સિવાય આ પ્રોપર્ટીના લીઝ એગ્રીમેન્ટનો સમયગાળો પણ પૂરો થઈ ગયો છે, જેના કારણે માલિકે હવે આ જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, ્સ્ઝ્ર નેતૃત્વએ પણ બિલ્ડિંગ માલિકને ભરોસો આપ્યો છે કે પાર્ટી ટૂંક સમયમાં જ પોતાની ઓફિસ બીજી જગ્યાએ શિટ કરી લેશે. તૃણમૂલ કોંગ્રેસે મે ૨૦૨૨માં આ ભાડાની બિલ્ડિંગમાં પોતાનું કામકાજ શરૂ કર્યું હતું. કોલકાતાના ઈસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસની એકદૃમ નજીક આવેલી આ ય્+૪ (ચાર માળની) બિલ્ડિંગમાંથી અત્યાર સુધી પાર્ટીની તમામ મુખ્ય ગતિવિધિઓ ચાલતી હતી, પણ હવે હારના આંચકા વચ્ચે પાર્ટીએ ટૂંક સમયમાં જ નવું અસ્થાયી ઠેકાણું શોધવું પડશે.
અહીં એ જાણવું પણ મહત્ત્વનું છે કે ટોપ્સિયા સ્થિત ્સ્ઝ્રનું અસલી હેડક્વાર્ટર અત્યારે આધુનિક ઓફિસ તરીકે રી-ડેવલપ કરવામાં આવી રહૃાું છે. ત્યાં બાંધકામ ચાલતું હોવાને કારણે જ પાર્ટીએ અસ્થાયી રૂપે પોતાનું મુખ્યાલય આ બિલ્ડિંગમાં શિટ કર્યું હતું.
પરંતુ હવે આ અસ્થાયી ઓફિસ પણ ખાલી કરવાનો વારો આવતા ચૂંટણી હારની નિરાશા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ માટે આ એક મોટો રાજકીય અને વ્યવસ્થાપકીય ઝટકો માનવામાં આવી રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ