જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત હિલ સ્ટેશન ગુલમર્ગમાં ગુલમર્ગ ગૌડાલા કેવ લકાર (રોવ-વે)માં ટેકનીકલ ખામી સર્જાતા અચાનક રોપ-વે બંધ થઇ જતાં તમામ કેબીનો અટકી જતાં અન્ોક સહેલાણીઓ આકાશમાં લટકી પડ્યા હતા આમ ૩૦૦ પ્રવાસીઓ ફસાતા અફડાતફડી મચી ગઇ હતી. સ્ોનાની મદૃદૃ લઇન્ો ફસાયેલા સહેલાણીઓનો દૃોરડાથી રેસ્કયુ કરવું પડ્યું હતું.
સ્ોનાના જવાનોએ દૃોરડાથી રેસ્ક્યુ કરી પ્રવાસીઓન્ો સુરક્ષિત બહાર કાઢ્યા
બાળકો-વૃધ્ધો રડવા લાગ્યા, અંધાધૂંધી ફેલાઇ
ગોંડોલા કેબલ કાર સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા તે અચાનક બંધ થઈ હતી. ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઇ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેકનિકલ સમસ્યાને કારણે ગોંડોલા સેવા તાત્કાલિક બંધ કરવી પડી હતી. માહિતી મળતાં, સેનાની ૯મી રાજ રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તંગમાર્ગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તહસીલદૃાર પણ પહોંચ્યા હતા. બચાવ કામગીરી દૃરમિયાન પ્રવાસીઓને બચાવવા અને બહાર કાઢવાનું કામ ઝડપી ગતિએ ચાલુ કર્યુ હતુ.પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા અનુસાર, ગોંડોલા અચાનક બંધ થવાથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વહીવટીતંત્રે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કરતાં જણાવ્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી સરળતાથી હાથ ધરવામાં આવી હતી. દૃરમિયાન, તકનીકી ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
તેઓ કેબલ કારમાં ખામી સર્જાવાના કારણની તપાસ કરી રહૃાા છે અને ગોંડોલા સેવા ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.અધિકારીઓએ ખાતરી આપી છે કે સંપૂર્ણ સલામતી નિરીક્ષણ પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
ગુલમર્ગ ગોંડોલા એશિયાની સૌથી ઊંચી કેબલ કાર સેવા અને વિશ્ર્વની મુખ્ય કેબલ કાર સેવાઓમાંની એક માનવામાં આવે છે, જ્યાં દૃર વર્ષે ભારત અને વિદૃેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે.
