ઉપલેટામાં જલ સે નલ યોજના અંતર્ગત કેન્દ્રીય મંત્રીને રજૂઆત

પ્રશ્ર્નોનું તાકીદે નિરાકરણ કરવા માંગણી

ગઈકાલે ઉપલેટા આવેલા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને તેમની ગોરસ કાર્યાલય ખાતે શહેરના પ્રતિનિધિ મંડળે રૂબરૂ મુલાકાત કરી ભૂગર્ભ ગટર અને જલસેનલ ના કામ અંગે વિસ્તૃત રજૂઆત કરેલ તેનો મંત્રી શ્રી એ પોઝિટિવ રિસ્પોન્સ આપી તાત્કાલિક જી યુ ડી સી ના ના અધિકારી સાથે મોબાઈલથી વાત કરી સ્પષ્ટ સૂચના આપેલ કે ઉપરોક્ત બંને કામમાં કોઈ નબળું કામ ચાલશે નહીં અને ટેન્ડર નોર્મ લ મુજબ જ કામ કરવાનું રહેશે આ રજુઆત માં માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા ચેમ્બર્સ ના પ્રમુખ અલ્પેશભાઈ વોરા પૂર્વ પ્રમુખ રમેશભાઈ પાનેરા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા ગોવિંદભાઈ બારૈયા ચેમ્બર્સ ના મંત્રી વિનુભાઈ ઘેરવડા રાજપૂત સમાજ ના પ્રમુખ હરપાલસિંહ જાડેજા સિનિયર એડવોકેટ બાબુલભાઈ જુણેજા એન્જીનીયર પ્રવીણભાઈ કાલાવડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ