સોમનાથ ખાતે તા 11,5,26 ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જે જગ્યાએ કાર્યક્રમ યોજાયો હતો તે સદભાવના મેદાન ઉપર નેશનલ હાઇવે રોડ પસાર થાય છે અને આ રોડ ઉપર ઓવરબ્રિજ આવેલ છે જેથી ઓવરબ્રિજ ઉપર થી સદભાવના ગ્રાઉન્ડ મા જવા માટે ઓવરબ્રિજ નો એક ભાગ તોડી અને નીચે જવા માટે રસ્તો બનાવેલો આ કાર્યક્રમ પુર્ણ થયા ને આજે 15 દિવસ જેવો સમય થવા છતાં આ ઓવરબ્રિજ નો તોડવામાં આવેલ ભાગ રીપેરીંગ કરવામાં આવેલ નથી આ ટુટેલા જગ્યા એથી કોઈ વાહન નીચે જય શકે છે જેથી કોઈ દુર્ધટના બને તે પહેલાં આ ઓવરબ્રિજ નો ટુટેલો ભાગ રીપેરીંગ કરવો જરૂરી છે.
