ઓટો રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે, મહિલા આરોપી ફરાર
પોલીસે વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ પાટણ દરવાજા પાસે વોચ ગોઠવી હતી.શંકાસ્પદ ઓટો રિક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 180 એમએલની કુલ 148 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 16,150ની કિંમતનો દારૂ, 50,000ની ઓટો રિક્ષા અને 31,500ના બે મોબાઈલ ફોન મળી કુલ 97,650નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાહનની કિંમત સાથે કુલ મુદ્દામાલ 1,67,650 થાય છે.
ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અશોકભાઈ રાજુભાઈ વઢીયારી, રહે. ઉના, રામનગર ખારા વિસ્તાર અશ્વિન દિનેશભાઈ પરમાર, રહે. ઉના, રામનગર ખારાવિસ્તાર વાળ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે એક મહિલા આરોપી મનિષાબેન વાઓ રવિભાઈ રામભાઈ નંદાણીયા રહે. વેરાવળ, બારીબાર – હાલ પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ આરંભી છે
પોલીસે આરોપી ના કબ્જા માંથી વિદેશી દારૂ 148 બોટલ, 180 ખક 16,150/-ઓટો રિક્ષા 01 નંગ 50,000/-મોબાઈલ ફોન 02 નંગ 31,500/- સહીત કુલ મુદ્દામાલ 97,650/-કબજે કર્યો હતો.
ગીર સોમનાથ પોલીસની આ સતત અને અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એસપી જયદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે, જિલ્લામાં દારૂ અને જુગારની બદી ચલાવી લેવામાં આવશે નહીં. આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામગીરી ચાલુ રહેશે. ફરાર મહિલા આરોપીને ઝડપી લેવા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
