તાલાલા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાના આરોપીને હાજર રહેવા વેરાવળ કોર્ટનું જાહેરનામું

આરોપી અંગે માહિતી મળે તો તાત્કાલિક તાલાલા પોલીસને જાણ કરવા અનુરોધ

તાલાલા પોલીસ સ્ટેશન દ્વારા નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, વેરાવળના આદેશ અનુસાર આરોપીને શોધી કાઢવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
તાલાલા પોલીસે આપેલ અખબારી યાદી પ્રમાણે તાલાલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં નોંધાયેલ આઈ.પી.સી.કલમ 302,201 તથા એસ્ટ્રોસિટી એકટ ગુના સંદર્ભે આરોપી પોતાની ધરપકડથી બચવા ભાગતો ફરે છે.આરોપી સામે વોરંટ ની બજવણી અટકાવવા માટે ગેરહાજર રહેતાં હોવાનું સામે આવતા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, વેરાવળ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આ ગુનામાં સંડોવાયેલા આરોપી નૈષેધ કરશનભાઈ પટેલ ઉ.વ.24 રે.વાડલા ગીર(હાલ રહે. અયોધ્યા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ) વિરુદ્ધ 30 દિવસમાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે.આરોપી નિર્ધારિત મુદતમાં કોર્ટ સમક્ષ હાજર નહીં રહે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે…આરોપી અંગે કોઈપણ માહિતી મળે તો તુરંત તાલાલા પોલીસ તથા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા નાગરિકોને અપીલ કરી છે.પોલીસે જાહેરનામા આધારે આરોપીને શોધવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે…

રિલેટેડ ન્યૂઝ