ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની ૭૫મી આવૃત્તિ
અમદૃાવાદૃમાં પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ પરથી રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કરતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની સાથે સામુદૃાયિક ભાગીદૃારી અને રમતગમતની ભાવનાના જીવંત પ્રદૃર્શનમાં ૫,૦૦૦ સાયકલ સવારો, એથ્લેટ્સ, યુવા સ્વયંસેવકો અને ફિટનેસ ઉત્સાહીઓ સાથે જોડાયા હતા.
અમદૃાવાદૃ આવૃત્તિ, જેની થીમ એ ન્યૂ આઇકોન ફોર અ ફિટર ઇન્ડિયા પેડિંલગ ટુ ૨૦૩૦ હતી, તેમાં યોગ અને ઝુમ્બા નિદૃર્શનો સાથે ભવ્ય ૫-કિલોમીટરની સાયકલ રેલી યોજવામાં આવી હતી.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, આજે એક ખૂબ જ વિશેષ અવસર છે કારણ કે આપણે ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની ૭૫મી આવૃત્તિ અને કોમનવેલ્થ ગેમ્સ ડે બંનેની ઉજવણી કરી રહૃાા છીએ.
સાયકિંલગ એ માત્ર કસરત નથી, તે એક ચળવળ છે. તે આપણને ફિટ રાખે છે, પ્રદૃૂષણ ઘટાડે છે અને બળતણ બચાવવામાં મદૃદૃ કરે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીજીની બળતણનો વપરાશ ઘટાડવાની અપીલ સાથે પણ સુસંગત છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે, ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ માટે આખું અમદૃાવાદૃ શહેર જીવંત બન્યું હતું.
અભિનેતા અને ફિટ ઈન્ડિયા આઈકોન આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે, આજે અહીં દૃરેક વય જૂથના લોકોને આટલી ઉર્જા સાથે આનંદૃ માણતા અને ભાગ લેતા જોઈને હું સાચે જ ખુશ છું.
