કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે

રાહુલ ગાંધીના નિવેદૃન મુદ્દે ભાજપનો વળતો પ્રહાર

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના સાંસદૃ સંબિત પાત્રાએ નિવેદૃનને દૃેશ વિરુદ્ધનું એક મોટું ષડયંત્ર ગણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં પક્ષની લઘુમતી સલાહકાર સમિતિની બેઠક દૃરમિયાન એક વિવાદૃાસ્પદૃ નિવેદૃન આપ્યું હતું. તેમણે દૃાવો કર્યો હતો કે, દૃેશમાં વધી રહેલા આર્થિક અસંતોષને કારણે ’મોદૃી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે.’ રાહુલ ગાંધીના આ નિવેદૃન બાદૃ દૃેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના સાંસદૃ સંબિત પાત્રાએ આ નિવેદૃનને દૃેશ વિરુદ્ધનું એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીઓ પર આકરો હુમલો કર્યો હતો. તેમણે લખ્યું કે, રાહુલ ગાંધીનું આ નિવેદૃન કોંગ્રેસ, તમામ વિપક્ષી પક્ષો અને ભારતને અસ્થિર કરવાનું સપનું જોતી ’ટૂલકીટ ગેંગ’ દ્વારા દૃેશ વિરુદ્ધ રચવામાં આવેલા એક મોટા કાવતરા તરફ ઈશારો કરે છે. આ કોઈ સામાન્ય નિવેદૃન નથી, પરંતુ દૃેશમાં અરાજકતા ફેલાવવાનું ગંભીર ષડયંત્ર છે. જ્યારે રાહુલ ગાંધી અને તેમની મંડળીને સમજાયું કે તેઓ પીએમ મોદૃીને લોકોના દિૃલમાંથી હટાવી શકતા નથી અને લોકશાહીની સીધી લડાઈમાં ભાજપને હરાવી શકતા નથી, ત્યારે હવે તેઓ દૃેશભરમાં િંહસા ભડકાવવા માંગે છે.
પીયૂષ ગોયલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષી નેતાઓ ભારત પ્રત્યે એટલી નફરત ધરાવે છે કે તેઓ દૃેશમાં કંઈપણ સારું થતું જોઈ શકતા નથી. દૃેશને બદૃનામ કરવો, બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું અને વિદૃેશ જઈને ભારતના આંતરિક મામલામાં દૃખલ કરવા માટે વિદૃેશી શક્તિઓને અપીલ કરવી  આ બધું કોંગ્રેસના અસલી ઈરાદૃાઓને જાહેર કરે છે. દૃેશની જનતા સમજદૃાર છે અને તે વિપક્ષ તથા ટૂલકીટ ગેંગના કાવતરાંને સારી રીતે સમજે છે. ભારતને સળગાવવાનું ’ૈંદ્ગડ્ઢૈં’ ગઠબંધનનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થાય.
બીજી તરફ, ભાજપના સાંસદૃ સંબિત પાત્રાએ પણ રાહુલ ગાંધી પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
તેમણે જણાવ્યું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઉશ્કેરણીજનક નિવેદૃન આપ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે આવી ટિપ્પણી કરી હોય.

રિલેટેડ ન્યૂઝ