મુખ્યમંત્રીએ વંદેભારત એક્સપ્રેસથી કરી મુસાફરી

યાત્રીઓ સાથે વાતચીત કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર કેપિટલથી સૂરત સુધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદૃે ભારત એક્સપ્રેસથી યાત્રા કરી રેલવે યાત્રીઓને સુખદૃ આશ્ર્ચર્ય આપ્યું. આ અવસર પર કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એ પણ મુખ્યમંત્રી સાથે યાત્રા કરી હતી.
યાત્રા દૃરમિયાન કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લીધી તથા આ વિશેષ અવસરને પોતાના મોબાઈલ કેમેરાઓમાં કેદૃ કર્યો. મુખ્યમંત્રીએ યાત્રીઓથી આત્મીય સંવાદૃ સ્થાપિત કરતાં તેમની યાત્રા સંબંધિત અનુભૂતિઓને પણ જાણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી દ્વારા દૃેશવાસીઓને સાર્વજનિક પરિવહનના બહોળા ઉપયોગની કરવામાં આવેલ અપીલને અનુરૂપ મુખ્યમંત્રીએ હવાઈ યાત્રાને બદૃલે રેલવે યાત્રાને પ્રાથમિકતા આપી. તેમણે કહૃાું કે રેલવે જેવા સાર્વજનિક પરિવહનના સાધન ફક્ત સુરક્ષિત, સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ, સમય અને ઊર્જાની પણ મોટી બચત કરાવે છે.

રિલેટેડ ન્યૂઝ