બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગરને બેસ્ટ પર્ફોર્મિંગ એવોર્ડ એનાયત

રાજ્યપાલના હસ્તે બાજરા સંશોધન કેન્દ્રને વહેલી પાકતી બાજરા હાઇબ્રિડ GHB 538 સુધારેલ વિકસાવવા બદલ રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત

બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને કર્ણાટક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની મીલેટ સુધારણા અંગેની વાર્ષિક બેઠકમા વર્ષ 2025-26નો શ્રેષ્ઠ કામગીરી આઈસીએઆર-અખિલ ભારતીય બાજરા સુધારણા પરિયોજનાનું કેન્દ્ર નો એવોર્ડ સંશોધન વૈજ્ઞાનિક (બાજરા) ડો. કે.ડી.મુંગરા, અને તેમની ટીમને ઈંઈઅછ- ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મીલેટ્સ રીસર્ચ, હૈદરાબાદ દ્વારા હૈદરાબાદ ખાતે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચમહાલ ખાતે આયોજિત નેચરલ ફાર્મિંગ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે બાજરા સંશોધન કેન્દ્રને વહેલી પાકતી બાજરા હાઇબ્રિડ ૠઇંઇ 538 સુધારેલ વિકસાવવા બદલ ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્સ (ૠઅઅજ) અમદાવાદ દ્વારા રાજ્ય સ્તરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. આ બન્ને પુરસ્કારો જૂનાગઢ કૃષિ યુનીવર્સીટી,જૂનાગઢના કુલપતિ ડો. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરિયા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારી ઓના દૂરંદેશી માર્ગદર્શન અને ડો. કે. ડી. મુંગરાના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયા છે.

રિલેટેડ ન્યૂઝ