ગીર સોમનાથ જીલ્લામાં બનતા ગુન્હાઓમા મોબાઇલ ફોનનો દુર ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય અને ઘણીવાર આવા ગુન્હાઓમાં સંડોવાયેલ મોબાઇલ ફોન મળી આવતા કોઇ અજાણ્યા માણસ પાસેથી ખરીદ કરેલ હોવાનું જણાવતા હોય જે મોબાઇલ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્હામા વપરાયેલ હોવાની માહિતી હોતી નથી જેથી આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચવા સાચા આરોપીઓને શોધી કાઢવા જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂ નામ સરનામું નિયત નમુના મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે તે હેતુ માટે અંગે જીલ્લા મેજી.ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર તા.23/05/2026 ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના માણસો પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં ઉપરોકત જાહેરનામાની અમલવારી બાબતે પેટ્રોલીંગમા હતા દરમિયાન પ્ર.પાટણ મેઇન બજાર વડલા ચોકી પાસે આવેલ (1) એવન મોબાઇલ તથા (2) આઇકોન એન્ટરપ્રાઇઝ નામની મોબાઇલની દુકાનો ચેક કરતા મોબાઇલ શોપના માલીક/સંચાલકોએ પોતાની દુકાનોમાં નવા કે જુના મોબાઇલ ખરીદતી કે વેંચતી વખતે વેપારીએ નિભાવવાનુ ધારા ધોરણ મુજબનું રજીસ્ટર ન નિભાવી અધિક જીલ્લા મેજી.સા. ગીર સોમનાથના જાહેરનામા નં.એમએજી/સી/મોબાઇલ/લે-વેચ/862/2026 તા.17/04/26 નો ભંગ કરેલ હોય જે જાહેરનામા ભંગ બાબતે બન્ને મોબાઇલ શોપના માલીક/સંચાલકો વિરુધ્ધ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરી તેમના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં મહમદફારૂક દાદાભાઇ ભાદરકા ઉ.વ.35 ધંધો.વેપાર રહે.પ્ર.પાટણ, મુહમદઇસ્માઇલ મુહમદ મોઠીયા ઉ.વ.47 ધંધો.વેપાર રહે.પ્ર.પાટણનો સમાવેશ થાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઢાંક પંથકમાં વાવણી સમયે ડીઝલ નહી મળતા ખેડૂતોની હાલત ફફોડી
સમયસર વાવણી નહી થાય તો તેની ખેતી પર અસર થવાનો જગતાતમાં ડર ઉપલેટા તાલુકાના ઢાંક પંથકમાં... -
ભાણવડના મોખાણામાં સરકારની વિવિધ યોજનાઓનો સેવા કેમ્પ સંપન્ન
જનજાતીય ગરિમા ઉત્સવની ઉજવણી કરાઈ ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય... -
અરજણભાઈ વાઘ અને ભાનુબેન શિયાળને જિલ્લા પંચાયતમાં મહત્વનું સ્થાન મળતાં રાજુલામાં વિજય સરઘસ
અમરેલી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણીમાં રાજુલા વિધાનસભા વિસ્તારના પાયાના આગેવાન અરજણભાઈ વાઘ અને મહિલા અગ્રણી ભાનુબેન...
