ઢાંક પંથકમાં વાવણી સમયે ડીઝલ નહી મળતા ખેડૂતોની હાલત ફફોડી

સમયસર વાવણી નહી થાય તો તેની ખેતી પર અસર થવાનો જગતાતમાં ડર

ઉપલેટા તાલુકાના ઢાંક પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની તંગીના કરાણે સર્જાયેલી ગંભીર સ્થિતિએ સામાન્ય જનજીવન ખેતીકાર્યને ભારે મુશ્કેલીમાં મુકી દીધુ છે.
અત્યારે ચોમાસાની ખેતી કામ કરવા ટાણે ડીઝલની અછતના લીધે વાહનોની લાંબી લાઈન લાગી છે. પેટ્રોલ પંપ ઉપર સવારથી ખેડૂતો કેરબા-બેરલ લઈને લાંબી લાઈન લાગી છે. મોટી સંખ્યામાં ડીઝલ મેળવ આવતા ખેડૂતો માટે વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસને પણ બોલાવવામાં આવે છે.
ખેતી ઉપરાંત માલસામાનની હેરફેર કરતા નાના-મોટા વાહનો માટે આફત ત્રાંસી છે. ઢાંકના પેટ્રોલ પંપથી 1 કિલો મીટર લાંબી લાઈન ખેડૂતો દ્વારા ટેકટર તથા પોતાના વાહનોની લાગી છે. તેમ છતા દરેકને અહી પેટ્રોલ પંપ સંચાલક દ્વારા દરેક વાહનોમાં 2 હજારનું ડીઝલ આપી રહ્યા છે. (20 લીટર ) મળી રહ્યું છે. જે પણ મહા મુસીબતે કલાકોની લાઈનમાં ઉભા રહી વારાની રાહ જાઈ રહ્યા છે. વહેલી તકે ખેડૂતોને પડતી મુશ્કેલી ના કારણે ડીઝલ મેળવવા રાત-દિવસ ઉજાગરા તેમજ અહી તેમજ અન્ય પેટ્રોલ ઉપર દોડી જતા નજરે પડે છે. ડીઝલની તંગી થી અનેક સમસ્યા સર્જાય છે.

રિલેટેડ ન્યૂઝ