છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા

કર્ણાટકના રાજકારણમાં એક મોટો ગરમાવો આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદૃ પરથી રાજીનામું આપી દૃીધું છે. રાજીનામું આપતા પહેલાં તેમણે બેંગલુરુમાં પોતાના મંત્રીમંડળ સાથે એક છેલ્લી બેઠક યોજી હતી. આ બેઠક દૃરમિયાન સિદ્ધારમૈયા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પોતાના સાથી મંત્રીઓ સમક્ષ દિૃલ ખોલીને પોતાના મનની વાત રજૂ કરી હતી. આ છેલ્લી કેબિનેટ બેઠકમાં સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીઓને સંબોધતાં કહૃાું કે, છેલ્લા ૨૦ વર્ષોમાં હું તમને બધાને વઢ્યો છું અને ગુસ્સે પણ થયો છું. પરંતુ આ બધું મેં માત્ર પાર્ટી અને સરકારના હિત માટે જ કર્યું હતું, તેમાં મારો કોઈ અંગત સ્વાર્થ કે અદૃાવત નહોતી. તેથી આ વાતોને દિૃલ પર ન લેતાં અને ભૂલી જજો. આ તમામ વર્ષોમાં તમે મને જે સાથ-સહકાર આપ્યો છે, તે બદૃલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાજીનામું આપ્યા બાદૃ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, મેં લોક ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદૃેથી મારું રાજીનામું સુપરત કરી દૃીધું છે. રાજ્યપાલ હાલમાં ત્યાં હાજર નથી અને તેઓ આજે રાત્રે પરત ફરવાના હોવાથી રાજીનામું તેમના કાર્યાલયમાં જમા કરાવી દૃેવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ