સરકારે ATFની િંકમતો સ્થિર રાખવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડના પ્રસ્તાવને મંજૂરી આપી છે
કેન્દ્રીય કેબિનેટે આજે મોટો નિર્ણય લઈને માળખાગત સુવિધાનો વિકાસ કરવા અને નીતિગત પ્રસ્તાવો હેઠળ રૂ.૩૯,૨૯૦ કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દૃીધી છે. આ પ્રોજેક્ટોમાં હાઈવે-શહેરો રસ્તાઓ તેમજ એવિએશન સેક્ટરના પ્રોજેક્ટો સામેલ છે. હાલ મધ્ય-પૂર્વના કારણે ઉભા થયેલા સંકટની અસર ભારતી એવિએશન સેક્ટરમાં પણ પડી છે. ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જતા એવિએશન સેક્ટરો મોંઘાભાવે છ્હ્લ (એવિએશન ટરબાઈન યૂલ) ખરીદૃવા મજબૂર બની ગયા છે, ત્યારે સરકારે છ્હ્લની િંકમતો સ્થિર રાખવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ઉપરાંત દિૃલ્હીમાંથી જૂના ટ્રકો-બસો તબક્કાવાર હટાવીને નવા ખરીદૃવા માટે રૂ.૫૦૪૧ કરોડની યોજનાને મંજૂરી આપી દૃીધી છે. કેબિનેટની બેઠકમાં રામેશ્ર્વર, કોણાર્ક અને પારાદૃીપને જોડતા ‘કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ માટે રૂ.૮૩૦૧ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બિહાર, તેલંગણા અને મધ્યપ્રદૃેશના અનેક ધોરીમાર્ગ પ્રોજેક્ટ પણ મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને આર્થિક રાહત આપીને જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદૃવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રૂ.૫૦૪૧ કરોડની આ વાહન ટ્રાન્સફર અથવા બદૃલી યોજના દિૃલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદૃેશ, રાજસ્થાન સરકાર અને કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ જો તમે તમારું જૂનું વાહન બદૃલીને નવું વાહન ખરીદૃશો, તો તમને વાહન લોન પર વ્યાજમાં ૫% ની સબસિડી (રાહત) મળશે. આ ઉપરાંત, ઓઇલ કંપનીઓ તરફથી આગામી ૫ વર્ષ સુધી દૃર મહિને ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) માટેના ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે અને વાહન બનાવતી કંપનીઓ (ઓટોમોબાઈલ ઉત્પાદૃકો) પણ વાહનની િંકમતમાં ખાસ છૂટછાટ આપશે. એટલું જ નહીં, રાજ્ય સરકારો પણ નવા વાહન પર ૧૦૦% રોડ ટેક્સ (મોટર વ્હીકલ ટેક્સ) માફ કરશે અને નવી ગાડીના રજિસ્ટ્રેશનની ફી પણ લેવામાં નહીં આવે.
