ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

જી પરમેશ્ર્વર બન્યા ડેપ્યુટી સીએમ

કોંગ્રેસના સિનિયર નેતા ડીકે શિવકુમારે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદૃના શપથ લઈ રાજ્યની કમાન સંભાળી લીધી છે. વળી ડો. જી. પરમેશ્ર્વરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પદૃ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત ૧૨ નેતાઓએ મંત્રી પદૃના શપથ લીધા છે, જેમાં કેએચ મુનિયપ્પા, કેજે જોર્જ, એમબી પાટિલ, રામિંલગારેડ્ડી, સતીશ જારકિહોલી, કૃષ્ણબૈરે ગૌડા, પ્રિયાંક ખડગે, યૂટી ખાદૃર, ઈશ્ર્વર ખંડ્રે, યતીન્દ્ર સિદ્ધારમૈયા, બૈરાતી સુરેશ અને શરણપ્રકાશ પાટિલ સામેલ છે.બેંગલુરુ સ્થિત લોકભવનના ગ્લાસ હાઉસમાં આયોજિત ભવ્ય સમારંભમાં રાજ્યપાલ થાવરચંદૃ ગહલોતે બંને નેતાઓને શપથ લેવડાવ્યા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત પાર્ટીના કેટલાય સિનિયર નેતા હાજર રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ