૧૬૦૦ ડિગ્રી સ્ોલ્સિયસ ગરમ લોખંડ ક્રેનથી લઈ જતી વખત્ો ઓગળીન્ો મજૂરો પર પડ્યું
આંધ્ર પ્રદૃેશના વિશાખાપટ્ટનમ સ્થિત વિઝાગ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે મોટી દૃુર્ઘટના ઘટી. પ્લાન્ટમાં પીગળેલા લોખંડ (મોલ્ટન આયર્ન) ફેલાઈ જવાથી આઠ કર્મચારીઓના મોત થયા. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે ક્રેનની મદૃદૃથી એક મોટી બકેટમાં પીગળેલું લોખંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહૃાું હતું. આ દૃરમિયાન બકેટમાંથી અત્યંત ગરમ પીગળેલું લોખંડ બહાર ફેલાઈ ગયું અને ત્યાં કામ કરી રહેલા કર્મચારી પર પડ્યું.
રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિઝાગ સ્ટીલ પ્લાન્ટમાં થયું. ઘટના પછી પ્લાન્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. રાહત અને બચાવ દૃળે તાત્કાલિક ઘાયલોને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે કે ક્યાંક દૃુર્ઘટનાનું કારણ તકનીકી ખામી કે સુરક્ષા ધોરણોમાં કોઈ પ્રકારની ચૂક તો નથી. આંધ્ર પ્રદૃેશના ગૃહમંત્રી વંગાલાપુડી અનિતાએ વિશાખાપટ્ટનમના કલેક્ટર અને સિટી પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરીને દૃુર્ઘટના વિશે માહિતી મેળવી.
