મહારાષ્ટ્રમાં પણ નવાજૂની! ઉદ્ધવ ઠાકરે જૂથના સાત સાંસદો શિંદે જૂથમાં જશે!!

દિલ્હીમાં બન્ને શિવસેનાના સાંસદોની બેઠક મળી

મુંબઈ: દેશના રાજકારણમાં હવે સામુહિક પક્ષપલટાનો નવો યુગ શરૂ થયો છે તેમાં તૃણમુલ કોંગ્રેસના ભંગાણ બાદ હવે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ પણ ટાર્ગેટ પર છે અને આ જૂથના સાત સાંસદો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વની શિવસેનામાં ભળી જાય તેવા સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા.7ના રોજ બન્ને જૂથના સાંસદોની બેઠક મળી હતી અને ઉદ્ધવ જૂથના સાંસદો શિંદે જૂથમાં સામેલ થઈ જાય તેવા સંકેતો મળ્યા છે. જેમાં આ સાતમાંથી એકને કેન્દ્રીય મંત્રી બનાવવા અને બાકીના સાંસદોને સંગઠન સહિત મહત્વના પદો આપવા ઓફર છે અને તેમ થાય તો ઉદ્ધવ જૂથના ધારાસભ્યોમાં પણ અનેક શિંદે જૂથમાં જોડાઈ જશે. જો આમ થાય તો મહારાષ્ટ્રમાં સતાના સમીકરણો બદલાશે. હાલ શિંદે જૂથની 57 બેઠકો છે જયારે ઉદ્ધવ ઠાકરે જૂથની 20 બેઠકો છે.

રિલેટેડ ન્યૂઝ