વજન ઘટાડતી દવાઓના પેકીંગ પર ખાસ રજીસ્ટ્રેશન નંબર જરૂરી: જાહેરાત પર પ્રતિબંધ

સેન્ટ્રલ ડ્રગ ઓથોરીટી દ્વારા નિયમો લાગુ કરાયા: ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ વેંચી શકાશે નહીં

દેશમાં વજન ઘટાડવા માટેની દવાઓના સતત વધતા-જતાં ઉપયોગમાં હવે નકલી બનાવટી દવાઓનું પણ મોટું બજાર સર્જાયું હોવાના અહેવાલ બાદ કેન્દ્રીય ડ્રગ સ્ટાર્ન્ડડ ક્ધટ્રોલ ઓથોરીટીએ ખાસ કરીને જે દવાઓ સૌથી વધુ લોકપ્રિય છે તે જઊખઅૠઅકઞઝઈંઉઊ અને અન્ય દવાઓના પેકીંગ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ દવાઓના ડબ્બા, સ્ટ્રીપ્સ તથા લેબલના તમામ ઉત્પાદકોએ સરકારના પોર્ટલ પર પેકેજીંગ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ લેવાનું ફરજિયાત બની ગયું છે. એટલું જ નહીં દરેક પેકેજીંગ મટીરીયલને ટ્રેક કરી શકાય તે માટે તેમાં એક યુનિટ રજીસ્ટ્રેશન નંબર પણ પ્રિન્ટ કરવા પડશે બજારમાં નકલી દવા હશે તે તુર્ત જ ઓળખાઇ જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેનાથી આ દવાનું પેકીંગ ક્યાં પ્રિન્ટીંગ પ્રેસ કે કંપનીમાં છપાયું છે તે પણ નિશ્ર્ચિત થઇ જશે. તપાસમાં બહાર આવ્યું હતું કે ભારતમાં કેટલાક લોકો અસલી જેવા જ પેકીંગનો ઉપયોગ કરીને નકલી દવાઓ વહેંચે છે. ખાસ કરીને જીએલપી-1 શેડ્યુએલ-એચ અને એચ-1 કેટેગરીમાં આવતી દવાઓ માટે નિયમ લાગુ કરાયા છે. એટલું જ નહીં કેમીસ્ટ્ર માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર આ દવા વેંચી શકાશે નહીં એટલું જ નહીં દવાઓના આ પ્રકારની એડ પર જે સીધી કે આડકતરી હોય તેના પર તમામ પ્રકારના પ્રતિબંધ લાદી દેવાયા છે. મોટાભાગની દવાઓ વજન ઘટાડવા માટે ચમત્કારીક શોર્ટકટના નામે આ પ્રકારની દવાઓ વેંચે છે પરંતુ તેના કારણે જે સાઇડ ઇફેક્ટ આવે છે તે વધુ ગંભીર હોય છે અને તેના કારણે વજન ઘટાડવા જતાં વ્યક્તિ અન્ય રોગનો શિકાર બની શકે છે. ભારતમાં હાલમાં ચરબી ઘટાડવા માટે અનેક પ્રકારની દવાઓ અને ઇન્જેક્શનો વેંચાઇ રહ્યા છે તેના પર હવે નિયંત્રણ આવશે.

રિલેટેડ ન્યૂઝ