મુંંબઈ અનરાધાર ૪ ઇંચ વરસાદૃથી જળબંબાકાર
કાશ્મીરમાં ભારે વરસાદૃ:ભૂસ્ખલન, અન્ોક માર્ગો બંધ:અમરનાથ યાત્રાની ત્ૌયારી-વ્યવસ્થા પર અસર
મુંબઈ/શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચોમાસાના આગમન સાથે જ ભારે વરસાદ શરૂ થયો છે તો ડોડામાં વાદળો ફાટતા અનેક ગામોમાં ભારે વરસાદથી પુરના પાણી ફરી વળ્યા હતા તથા માર્ગો ધોવાયા અને આસપાસના વિસ્તારોથી અલગ પડી ગયા છે.
અચાનક જ ભાડે વરસાદથી અનેક સ્થળોએ ભેખડો ધસી પડી હતી તથા પાણીના ભારે પ્રવાહમાં માટી ચોર તરફ પહોંચી જતા માર્ગો બંધ થયા છે. મકાનોમાં પાણી ઘુસી ગયાતા અને અનેક સડકો પણ બંધ થઈ છે. બે સ્થળો પર વાદળો ફાટવાની ઘટના બની હતી.
હવે તે વિસ્તારમાં પહોચવા સૈન્ય જવાનોની મદદ લેવાઈ છે.
એક તરફ અમરનાથ યાત્રા પુર્વે રાજયમાં જબરી તૈયારી શરૂ થઈ છે તે સમયે ભારે વરસાદે વ્યવસ્થા પર અસર કરી છે.
દેશનાં વ્યાપારી મહાનગર મુંબઈમાં મેઘરાજાએ આખા માસનો કવોટા એક જ દિવસમાં પુરો કરવો હોય તેમ અને જાણે વાદળ ફાટયા હોય તે રીતે આજે સવારથી બપોર સુધીમાં ચાર ઈંચ જેવો ભારે વરસાદ નોંધાયો હતો. 12 ઈંચ જેટલો વરસાદ પડી શકે તેવી ચેતવણી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ હતું. ભારે વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ બની ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મહાનગરમાં આ પ્રકારે વરસાદે અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો છે. અંધેરી, દાદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદે ચોતરફ પાણીનું સામ્રાજય ફેલાવી દીધુ હતું અને તેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. હવામાન વિભાગે હજુ મુંબઈમાં વધુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. વરસાદના કારણે આજે શાળાઓમાં પણ તાત્કાલીક રજા જાહેર કરી દેવામાં આવી હતી અને બાળકોને સલામત રીતે તેમના વિસ્તારમાં પહોંચાડવા ખાસ બસો પણ દોડાવાઈ છે અને અનેક સબવે હાલ બંધ કરવામાં આવ્યા છે. અંધેરી, મલાડ, જોગેશ્ર્વરી, કુરલા, મુલુન્ડ તથા કાજુર માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસુ પુરી રીતે મુંબઈમાં એકટીવ થઈ ગયું છે.
