કેન્દ્ર માટે ખુશખબર : જુનમાં રૂા.૧.૯૪ લાખ કરોડ જીએસટી કલેકશન નોંધાયું

જુન મહિનામાં જીએસટીની આવક ૧,૯૪,૮૧૨ કરોડ રુપિયા રહી છે જે ગત મહિના કરતાં ૧૩ ટકા વધુ છે. લોકોએ પણ મન મૂકીને જીએસટી ભર્યો હોવાનું લાગી રહૃાું છે.
સરકારી આંકડા મુજબ, જૂન મહિનામાં કુલ સ્થાનિક આવક વાર્ષિક ધોરણે ૬.૫ ટકા વધીને ૧૩૪,૭૭૪ કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૨૬,૫૦૫ કરોડ હતી.જો આપણે રાજ્યોની વાત કરીએ તો, જૂન મહિનામાં જીએસટી વસૂલાતમાં ઉત્તર પ્રદૃેશ અને આસામ સૌથી આગળ હતા.આયાતી માલ પરના કરવેરાથી આવકમાં સૌથી મોટો ઉછાળો આવ્યો, જે ગયા વર્ષે જૂનમાં ૪૪,૬૦૮ કરોડ (આશરે ઇં૧.૨ બિલિયન ડોલર) થી ૩૪.૬% વધીને ૬૦,૦૩૮ કરોડ (આશરે ઇં૧.૨ બિલિયન ડોલર) થયો. સ્થાનિક વેપાર સંગ્રહ જૂનમાં વાર્ષિક ધોરણે ૬.૫% વધીને ૧૩૪,૭૭૪ કરોડ (આશરે ઇં૧.૨ બિલિયન ડોલર) થયો જે ૧૨૬,૫૦૫ કરોડ (આશરે ઇં૧.૨ બિલિયન ડોલર) હતો. ચોખ્ખી ય્જી્ આવક જૂનમાં ૧૧.૨% વધીને ૧૬૨,૩૭૭ કરોડ (આશરે ઇં૧.૬૨ બિલિયન ડોલર) થઈ જે એક વર્ષ અગાઉ ૧૪૫,૯૮૪ કરોડ (આશરે ઇં૧.૪૫ બિલિયન ડોલર) હતી. કુલ રિફંડ ૨૯.૧% વધીને ૩૨,૪૩૬ કરોડ (આશરે ઇં૩.૨ બિલિયન ડોલર) થયું.

રિલેટેડ ન્યૂઝ