ભારત ડેટા સેન્ટર બનાવી રહૃાું છે તો પાકિસ્તાન રેડિકલ સેન્ટર

રાજનાથ િંસહે પાકિસ્તાનને અરિસો બતાવ્યો

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે રવિવારે (૨૬ જુલાઈ) દ્રાસમાં આયોજિત ‘કારગિલ વિજય દિૃવસ કાર્યક્રમમાં પોતાના સંબોધન દૃરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કહૃાું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જો ક્યારેય વાતચીત થશે, તો તે ફક્ત પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (ર્ઁ)ને લઈને થશે. ર્ઁ ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેના પર પાકિસ્તાનનો કબજો ગેરકાયદૃેસર છે. આ દૃરમિયાન તેમણે પાકિસ્તાનની સેના અને આતંકવાદૃ વચ્ચે કથિત ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહૃાું કે, પાકિસ્તાનની સેના આતંકવાદૃીઓનું સમર્થન કરે છે અને ત્યાં સેના અને આતંકીઓ વચ્ચે કોઈ અંતર રહૃાું નથી.
સંરક્ષણ મંત્રીએ ભારત અને પાકિસ્તાનની વિકાસ યાત્રાની તુલના કરતા કહૃાું કે, બંને દૃેશોની પ્રાથમિકતાઓમાં જમીન-આસમાનનો અંતર છે. ભારત ડેટા સેન્ટર બનાવી રહૃાું છે, જ્યારે પાકિસ્તાન કટ્ટરપંથના કેન્દ્રો તૈયાર કરી રહૃાું છે.
ભારત જહાજોની ડિઝાઇન અને ટેકનિક પર કામ કરી રહૃાું છે, ત્યાં પાકિસ્તાન આતંકવાદૃની ડિઝાઇન તૈયાર કરવામાં લાગેલું છે. ભારત પોતાના યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસિત કરી રહૃાું છે, જ્યારે પાકિસ્તાન આતંકનું ઇકોસિસ્ટમ ઊભું કરી રહૃાું છે.
તેમણે પાકિસ્તાન પર વધુ આકરા પ્રહાર કરતા કહૃાું કે, ભારત સેમિકન્ડક્ટર બનાવવાની દિૃશામાં આગળ વધી રહૃાું છે, જ્યારે પાકિસ્તાન આત્મઘાતી બોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. ભારતની પ્રાથમિકતા ટેકનિક, ઇનોવેશન, ઉદ્યોગ અને વિકાસ છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદૃ અને કટ્ટરપંથના રસ્તે આગળ વધી રહૃાું છે. રાજનાથ િંસહનું આ નિવેદૃન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત સતત પાકિસ્તાનની ધરાથી ચાલતી આતંકવાદૃી ગતિવિધિઓને લઈને કડક વલણ બતાવી રહૃાું છે. સંરક્ષણ મંત્રીએ ર્ઁને લઈને ભારતની સ્થિતિ પણ પુનરાવર્તિત કરતા સ્પષ્ટ કરી દૃીધું કે, પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીતમાં ર્ઁનો મુદ્દો પ્રમુખ રહેશે.

રિલેટેડ ન્યૂઝ