સોનમ વાંગચૂકે વીડિયો કોલમાં અપીલ કરતા ઝારખંડના છાત્ર નેતા મહંતોએ અનશન તોડ્યા

રાજધાની રાંચીમાં જેપીએસી અને જેએસએસસી પરીક્ષાઓમાં ગરબડની વિરુધ્ધ છાત્ર નેતા દેવેન્દ્ર મહંતોએ પોતાના ચાર દિવસના અનશનનો અંત લાવી દીધો છે. સામાજિક કાર્યકર્તા પર્યાવરણ વાદી સોનમ વાંગચૂક સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ તેમણે અનશન છોડવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાજધાની રાંચીમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં ગરબડોની વિરુધ્ધ છાત્રોએ આંદોલન શરુ કર્યું હતું. આ ક્રમમાં છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહંતા છેલ્લા ચાર દિવસથી જયપાલસિંહ મુંડા સ્ટેડિયમમાં અનશન પર ઉતર્યા હતાં. બુધવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકે વીડિયો કોલના માધ્યમથી અનશન પર ઉતરેલા છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહંતા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે છાત્રોની માંગો અને આંદોલનને લઇને વિસ્તારથી ચર્ચા કરી હતી અને દેવેન્દ્રની બગડતી તબીયત પર ચિંતા વ્યક્ત કરી તેને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી હતી.
સોનમ વાંગચૂક સાથે વીડિયો કોલ પર વાતચીત બાદ દેવેન્દ્રનાથ મહંતોએ ચાર દિવસથી ચાલુ તેના અનશન સમાપ્ત કર્યા હતા. તેઓ છેલ્લા ચાર દિવસથી અન્ન જળ ત્યાગીને આંદોલન કરતા હતા.

રિલેટેડ ન્યૂઝ