મુંબઈ: રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રાએ આજે નવી ધિરાણ નીતિની જાહેરાત સમયે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે યુપીઆઈના વ્યવહારો જે રીતે વધી રહ્યા છે અને સીસ્ટમ સંચાલન ખર્ચ વધી રહ્યા છે તેથી તેમાં કોઈકે તો ખર્ચ ભોગવવો પડશે. આમ કરી તેઓએ રૂા.2000થી વધુના વ્યવહારો પર જે રીતે મર્ચન્ટ-બેન્કીંગ ચાર્જ છે તે આવી રહ્યા હોવાનો સંકેત આપી દીધો હતો તો દેશમાં પ્લાસ્ટીકની ચલણી નોટો દાખલ થવા અંગે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષના પ્રારંભે રૂા.10-20ની પ્લાસ્ટીકની ચલણી નોટો સીસ્ટમમાં આવી જશે. તેઓએ ઉમેર્યુ કે નાના ચલણની નોટોનો ઉપયોગ વધુ છે અને તે ઝડપથી ફાટી જાય છે તેથી તેને પ્રથમ ચલણમાં દાખલ કરાશે.
રિલેટેડ ન્યૂઝ
-
સતત બીજી વાર રેપો રેટ સ્થિર, રિઝર્વ બેંકે વ્યાજદરમાં ન કર્યો ફેરફાર
ભારતીય રિઝર્વ બેંકે હોમ અને કાર લોન ધારકોને રાહત આપી જો તમે દૃર મહિને હોમ લોન,... -
ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ: સંબંધો બગડવા ચેતવણી
ભારતમાં ’ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ’માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની... -
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગે ભારત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
ભારત સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મનના ગાન/વાદન અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી...
