ભારતમાં ’ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ’માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રાઇલી મૂરે આ પ્રસ્તાવિત બિલની તીખી ટીકા કરી છે. તેમણે આ સુધારાને ભારતમના ’ખ્રિસ્તી સમુદાય પર સીધો હુમલો’ ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિદેશી ફંડિંગમાં પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો છે.
અમેરિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ભારતમાં ખ્રિસ્તી ધર્મના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કરતા લખ્યું કે “ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના થોડા જ દાયકાઓ પછી જ્યારે સેન્ટ થોમસ એપોસ્ટલે મલબાર કિનારાની મુલાકાત લીધી હતી, ત્યારથી ભારતમાં ખ્રિસ્તી સમુદાય વસે છે.
