ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન?
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લોસ એન્જલસ ક્ષેત્રના ગોલ્ફ કોર્સ પાસેથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. તેની કારમાંથી ગન મળી આવી હતી. બે દિૃવસ પહેલા તે ત્યાં ટ્રમ્પ ફંડરેઝરની તૈયારીઓનું નિરીક્ષણ કરતો જોવા મળ્યો હતો.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા મુલાકાત પહેલા લોસ એન્જલસ પાસે આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબની બહાર એક શંકાસ્પદૃ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટ અનુસાર, ધરપકડ કરાયેલ શંકાસ્પદૃ વ્યક્તિની ઓળખ ૩૮ વર્ષીય જીનીન જોન ટેલે તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ડાઉનીનો રહેવાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે આરોપીને ગોલ્ફ ક્લબ પાર્કિંગમાં રોકવામાં આવ્યો હતો. તેની કારની તપાસમાં એક પિસ્તોલ અને પ્રતિબંધિત આર્મર-પિયિંસગ ગોળીઓ મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદૃ વ્યક્તિ ગોલ્ફ ક્લબ કેમ્પસમાં ફરતો હતો, ફોટા અને વીડિયો લઈ રહૃાો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખી રહૃાો હતો. શંકાસ્પદૃ વ્યક્તિની હથિયાર રાખવા અને પ્રતિબંધિત દૃારૂગોળો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ હ્લમ્ૈંના જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ અને અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. શંકાસ્પદૃ વ્યક્તિ હાલમાં કસ્ટડીમાં છે
