‘મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે માફી માગી

સોશિયલ મીડિયા પર ગંભીર ચૂક અને ડીપફેક મુદ્દે

યૂઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્ર્વાસનિયતા સુધારવા માટે જરૂરી પગલા લેવાની ઝકરબર્ગે ખાતરી આપી

મેટાના ઝ્રર્ઈં માર્ક ઝૂકરબર્ગે પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટીરિયલ અને ડીપફેક ટેકનોલોજીના દૃુરુપયોગ બદૃલ સત્તાવાર માફી માંગી છે. કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક સ્વીકારી, તેમણે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો. ઝૂકરબર્ગે યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્ર્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઝ્રર્ઈં) માર્ક ઝૂકરબર્ગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર થયેલી ગંભીર ચૂક બદૃલ સત્તાવાર રીતે માફી માગી છે, અને પોતાની ભૂલો પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, મેટા પ્લેટફોર્મ્સ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટીરિયલ (ઝ્રજીછસ્), ડીપફેક ટેકનોલોજીના દૃુરુપયોગ અને અલ્ગોરિધમ સંચાલનમાં કેટલીક ગંભીર ખામીઓ અને ભૂલો સામે આવી હતી. આ ગરબડ બાદૃ ઝૂકરબર્ગે સ્વીકાર્યું છે કે, કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષા જાળવવામાં પ્લેટફોર્મથી ક્ષતિઓ થઈ છે. માર્ક ઝૂકરબર્ગે ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અમુક વિવાદિૃત અને વાંધાજનક વીડિયો હટાવવા, તેમજ કન્ટેન્ટ નિયંત્રણમાં થયેલી ગરબડ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે આશ્ર્વાસન આપ્યું છે કે, કંપની પોતાના યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્ર્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ