કોઈ વ્યક્તિ કાયમ અંધ નહીં રહે
આગામી ૧ વર્ષમાં મગજમાં ચિપ મૂકીન્ો અંધાપો દૃૂર કરવાની અન્ો ભવિષ્યમાં સુપર હૃાુમન ક્ષમતાઓ આપવાની એલન મસ્કની યોજના
અબજોપતિ એલોન મસ્કની બે્રઇન-ચિપ કંપની ન્યુરાિંલક મગજમાં ચિપ મૂકીને અંધાપો સંપૂર્ણપણે દૃૂર કરવાનાં મિશન પર કામ કરી રહી છે. મસ્કની આ જાહેરાતે માનવ ક્ષમતાઓની સીમાઓ અંગે ફરી એકવાર વૈશ્ર્વિક સ્તરે ચર્ચા જગાવી છે. અગાઉ માત્ર લકવાગ્રસ્ત (પેરાલાઇઝ્ડ) દૃર્દૃીઓને વિચાર માત્રથી ડિજિટલ સાધનો કંટ્રોલ કરવામાં મદૃદૃ કરવા સુધી સીમિત રહેલી ન્યુરાિંલક હવે દ્રષ્ટિ પાછી લાવવાની દિૃશામાં આગળ વધી રહી છે. મસ્કના જણાવ્યાં મુજબ, આ પ્રોજેક્ટ સફળ થવાથી જન્મથી અંધ હોય તેવા લોકોને પણ જોવાની ક્ષમતા મળશે. આ ટેક્નોલોજી માત્ર સામાન્ય માનવ દ્રષ્ટિ આપવા સુધી સીમિત નથી રહેવાની. મસ્કના જણાવ્યા મુજબ, લાંબા ગાળે ન્યુરાિંલક અલ્ટ્રા-ૐડ્ઢ રિઝોલ્યુશન અને સુપરહીરો જેવી ઊત શક્તિઓ આપશે. મગજમાં ફિટ થનારી આ ચિપના ભવિષ્યનાં મોડેલ્સ વડે માણસ ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ અને રડાર જેવાં તરંગોને પણ જોઈ શકશે, જે સામાન્ય માનવ આંખ માટે જોવું અશક્ય હોય છે.
ન્યુરાિંલકના પ્રારંભિક પ્રયોગો માત્ર પેરાલાઇઝ્ડ દૃર્દૃીઓને વિચાર માત્રથી કમ્પ્યુટર કે ડિજિટલ સાધનો ઓપરેટ કરવામાં મદૃદૃ કરવા સુધી સીમિત હતાં. પરંતુ દ્રષ્ટિ પાછી લાવવા જેવો સંવેદૃનાત્મક ફેરફાર કંપનીનાં દૃાયરાને ખૂબ મોટો બનાવે છે. એલોન મસ્કે દૃાવો કર્યો હતો કે, હવે ભવિષ્ય સાયન્સ ફિક્શન નથી રહૃાું, પરંતુ તે ન્યુરાિંલક એટલે કે વાસ્તવિક બની ચૂક્યું છે. એલોન મસ્કે જાહેરાત કરી છે કે આગામી ૬ થી ૧૨ મહિનામાં ન્યુરાિંલક દ્રષ્ટિ આપતાં પ્રથમ ડિવાઇસનું ઇમ્પ્લાન્ટ કરવા જઈ રહી છે. આ ટેક્નોલોજી ખરાબ થયેલી આંખો કે ઓપ્ટિક નર્વને રિપેર કરવાને બદૃલે, આંખોને સંપૂર્ણપણે બાયપાસ કરીને બહારની માહિતીને ન્યુરલ સિગ્નલમાં બદૃલશે અને તેને સીધાં મગજનાં વિઝ્યુઅલ કોર્ટેક્સ (દ્રષ્ટિનું કેન્દ્ર) સુધી પહોંચાડશે. આનાથી જે વ્યક્તિ જન્મથી ૧૦૦ ટકા અંધ છે, તેનું મગજ પણ આ સિગ્નલો પ્રોસેસ કરીને ચિત્ર જોઈ શકશે.
