પહેલા આદત પાડો, પછી ખિસ્સા ખંખેરો બેંકો દરેક સેવા પર વસુલે છે ચાર્જ: ત્રણ માસમાં 51000 કરોડની કમાણી

ભારતમાં છેલ્લા કેટલાંક વખતથી ડીજીટલ નાણાંકીય વ્યવહારોમાં મોટો વધારો થયા બાદ હવે કેન્દ્ર સરકારે 2000 થી વધુના યુપીઆઈ વ્યવહારો પર ચાર્જ ઝીંકતા ઉહાપોહ છે. માત્ર યુપીઆઈ જ નહિં બેંકો લગભગ તમામ પ્રકારની સેવાઓ પર ચાર્જ વસુલતી રહી છે. યુપુઆઈ ચાર્જ વેપારીઓને લાગવાનો સરકારનો દાવો હોવા છતાં છેવટનો ડામ તો ગ્રાહકોને જ લાગવાનું સ્પષ્ટ છે.
ભારતમાં છેલ્લા એક દોઢ દાયકામાં બેંકીંગ ક્ષેત્રમાં વ્યાપક સુધારા થયા છે પરંતુ નવી-નવી સેવાઓની સાથોસાથ બેંકો તેમાં ચાર્જ પણ વસુલી રહી છે.હવે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જથી નવો ઝટકો છે લોકો એવુ માનવા લાગ્યા છે કે નવી ટેકનોલોજી-ડીજીટલ સુવિધાની આદત લગાડયા બાદ ચાર્જ ઝીંકી દેવામાં આવે છે.
બેંકો દ્વારા તબકકાવાર નવી નવી સેવાઓ પર બોજ વધારવામાં આવી રહ્યો છે. ઈન્ડીયા રેટીંગનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 ના ત્રિમાસીક ગાળામાં ભારતીય બેંકોની જુદા જુદા ચાર્જ મારફત થતી આવક 12 ટકા વધીને 51000 કરોડ થઈ ગઈ છે. યુપીઆઈ મારફત પેમેન્ટનું ચલણ ખુબ જ વધી ગયુ છે. એટલે હવે તેમાં ચાર્જ ઝીંકાયાની ચર્ચા ઉહાપોહ વેપારી વર્ગમાં શરૂ થયો છે.સ્વીસ કોમર્સ ઓનલાઈન પ્લેટફોર્મનાં વધતા ટ્રેન્ડ વચ્ચે વેપારીઓનાં નફા માર્જીનમાં અગાઉ જ કાપ આવી ગયો છે. હવે નવા બોજથી વેપારીઓને મોટી અસર થાય તેમ નથી. કારણ કે તેઓના મોટાભાગનાં ઓર્ડર નાના હોય છે.વેપારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે નવા ચાર્જથી બચવા માટે લોકોની પેમેન્ટ પદ્ધતિ બદલાઈ શકે છે તહેવારોનાં સમયમાં ચિકકાર-ખરીદી થતી હોય છે અને યુપીઆઈ પેમેન્ટનું પ્રમાણ પણ અનેક ગણુ વધી જતુ હોય છે હવે યુપીઆઈ પેમેન્ટને બદલે મોટાભાગનાં કોર્ષ નાણાં ચુકવવા અન્ય વૈકલ્પિક માર્ગ અપનાવી શકે છે.ઓલ ઈન્ડીયા ક્ધઝયુમર પ્રોડકટ ડીસ્ટ્રીબ્યુટર ફેડરેશને પણ નવા ચાર્જ સામે નારાજગી દર્શાવીને ખાસ કરીને નાના વેપારીઓ પ્રભાવીત થવાનો મત દર્શાવ્યો છે.

સોનાના દાગીના હોલમાર્કીંગ ચાર્જમાં વધારાનો બોજ પણ છેવટે ગ્રાહકો પર પડશે

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (ઇઈંજ) દ્વારા હોલમાર્કિંગ ચાર્જમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ચાર્જમાં 67 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે, હોલમાર્કિંગ ચાર્જ 75 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ ચાર્જ 45 રૂપિયા હતો.
સરકારી નોટિફિકેશન મુજબ, આ ચાર્જ સીધા ગ્રાહકો પાસેથી લેવાનો રહેતો નથી અને તે માત્ર સોની (જ્વેલર્સ) દ્વારા જ ચૂકવવામાં આવે છે. તેથી, સામાન્ય ગ્રાહકો પર તેની સીધી કોઈ અસર પડતી નથી. 75 રૂપિયાની આ ફીસ જ્વેલર્સ દ્વારા હોલમાર્કિંગ સેન્ટર્સને ચૂકવવામાં આવે છે.
જો જ્વેલર્સ ઈચ્છે તો આ 30 રૂપિયાનો વધારાનો ખર્ચ પોતાની મેળે લઈ શકે છે અથવા તો તેને દાગીનાના મેકિંગ ચાર્જ તથા ઓવરઓલ પ્રાઇસિંગમાં જોડીને ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે.સરકારી નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોલમાર્કિંગ સેન્ટર્સ દ્વારા સોનાના પ્રતિ આર્ટિકલ પર 7.50 રૂપિયા (કંસાઈનમેન્ટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા) અને ચાંદીના પ્રતિ આર્ટિકલ પર 3.50 રૂપિયા (કંસાઈનમેન્ટ દીઠ ઓછામાં ઓછા 15 રૂપિયા) બીઆઈએસને ચૂકવવા પડશે, જેમાં ટેક્સ અલગથી લાગુ થશે.
આ નવા ફેરફારો વચ્ચે સોનાના કંસાઈનમેન્ટની લઘુત્તમ ફી 200 રૂપિયા જ યથાવત રાખવામાં આવી છે, એટલે કે એક કંસાઈનમેન્ટ પર ઓછામાં ઓછા 200 રૂપિયા જ ચૂકવવા પડશે. આ ઉપરાંત, ચાંદીના નિયમોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાંદીની વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફી પ્રતિ આર્ટિકલ 35 રૂપિયા સ્થિર રાખવામાં આવી છે અને તેના માટેનું કંસાઈનમેન્ટ ચાર્જ 150 રૂપિયા જ છે.

બેંકોના સર્વિસ ચાર્જ
સેવા. વસૂલવામાં આવતો ચાર્જ
એટીએમ વાર્ષિક ફી 150-300+જીએસટી
એટીએમમાંથી ઉપાડ (5 વખત પછી) 21-23+જીએસટી
વધુ રકમ ઉપાડવાનો પ્રયાસ 20-25 સુધી
બ્રાંચમાંથી કેશ ઉપાડ (4 વખત પછી) 150 સુધી
ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવા પર 100-600 પેનલ્ટી
ચેક બાઉન્સ થવા પર 250-500 પેનલ્ટી
મોબાઇલ પર એસએમએસ એલર્ટ 15-20/ત્રિમાસિક
25 પાનાંથી વધુની ચેકબુક 2.5 પ્રતિ પાનું
બેંક બ્રાંચમાંથી ગઊઋઝ, છઝૠજ 2-25 સુધી
બેંક ખાતું બંધ કરાવવા પર 200-500 સુધી
ડુપ્લિકેટ પાસબુક 100 રૂપિયા
ગ્રાહકની ભૂલથી ચેક પરત થવો 150 રૂપિયા
હસ્તાક્ષર (સહી) ચકાસણી 100 રૂપિયા
ડિમાન્ડ ડ્રાફ્ટ (5 થી 10 હજાર સુધી) 75 રૂપિયા
પોસ્ટેજ ચાર્જ 50 થી 100 રૂપિયા
ખાતાની જાળવણી (મેઇન્ટેનન્સ) ચાર્જ 500 રૂપિયા
મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી બદલવું 50 રૂપિયા+જીએસટી
ડેબિટ કાર્ડ જાળવણી ચાર્જ 250 થી 800 રૂપિયા

રિલેટેડ ન્યૂઝ