દૃેશના ૪૨ પૂર્વ જજોએ એક સંયુક્ત ખુલ્લો પત્ર જાહેર કરીને ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય ટોચની બંધારણીય સંસ્થાઓની વિશ્ર્વસનીયતા પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ગંભીર િંચતા વ્યક્ત કરી છે. પૂર્વ જજોએ સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે કોઈ નક્કર પુરાવા વિના વોટ ચોરી જેવા ગંભીર આરોપો લગાવવા અને બંધારણીય પદૃો પર બેઠેલા લોકોને ચોર અથવા વેચાઈ ગયેલા ગણાવવા એક સુનિયોજિત અભિયાનનો ભાગ લાગે છે.
તેમણે ચેતવણી આપી કે રાજકીય લાભ અથવા નિરાશામાં લોકતાંત્રિક સંસ્થાઓની નિષ્પક્ષતા પર આ રીતે સતત કાદૃવ ઉછાળવો અત્યંત ખતરનાક વલણ છે. તેનાથી જનતાનો પોતાની જ લોકતાંત્રિક વ્યવસ્થા અને સંસ્થાઓ પરથી વિશ્ર્વાસ ઊઠી જવાનું ગંભીર જોખમ ઊભું થઈ રહૃાું છે, જે સીધી રીતે બંધારણના પાયાને નુકસાન પહોંચાડે છે.
