વારાણસીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ

ઉત્તર પ્રદૃેશના વારાણસીના ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે ફેક્ટરી ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનાએ વ્યવસાયમાં સલામતીના ધોરણો વિશે એક પરિચિત ચર્ચા ફરી શરૂ કરી છે.
વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સારંગ તાલાબ વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયર બ્રિગેડના એકમો ઘટનાસ્થળે હાજર છે.
મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા નિર્દૃેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ર્ચિત કરવા સૂચના આપી છે. અધિકારીઓને ઘાયલોના પરિવારજનોનો સંપર્ક કરવા અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનો પણ નિર્દૃેશ આપવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ