હલકી ગુણવત્તાના વાસણો પર ખોરાક રાંધવાથી લોકોના સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસર ઘટશે: નિયમનો ભંગ કર્યો તો વેપારી-ઉદ્યોગકારોને દંડ: બીઆઈએસ માર્કીંગ વાસણો મોંઘા થઈ શકે છે
કેન્દ્ર સરકારે રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને એલ્યુમીનીયમના વાસણો માટે બીઆઈએસ માર્કને ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. તેના માટે નવો કવોલીટી ક્ધટ્રોલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. એલ્યુમીનીયમના વાસણો પર અને પેય પદાર્થવાળી બોટલો એટલે કે બેવરેજ કેન માટે પણ બીઆઈએસ ધોરણો તાત્કાલીક અસરથી લાગુ થશે.
ઉદ્યોગો માટે 1 એપ્રિલથી આ નિયમ લાગુ હતો.જયારે લઘુ ઉદ્યોગો માટે 1 ઓકટોબરથી આ નિયમ લાગુ કરવાનો હતો. આ પરિસ્થિતિમાં ધોરણોનો ભંગ કરવા બદલ બીઆઈએસ કાયદા મુજબ કાર્યવાહી કરશે. દિવાળી અને ધનતેરસમાં દિલ્હી, ઉતર પ્રદેશથી માંડીને મોટાભાગનાં ઉતર ભારતના રાજયોમાં વાસણોનું વેચાણ થાય છે. ખાસ કરીને ધનતેરસને વાસણ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દ્રમ્યાન નબળી કવોલીટીનાં વાસણો પણ માર્કેટમાં ખપાવી દેવામાં આવે છે.આ સ્થિતિમાં સરકારે સખ્તાઈ અપનાવીને બીઆઈએસ માર્કને ફરજીયાત કરી દેવામાં આવ્યુ છે. હલકી ગુણવતાનાં એલ્યુમીનીયમ અને અન્ય ધાતુઓનાં મિશ્રણથી બનતા વાસણોથી તબીયતને નુકશાન થતુ હોવાની વાતો પણ ઉઠતી રહી છે. સરકારે કુકવેર અને એલ્યુમીનીયમ વાસણો માટે ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ)ના હોલમાર્કને ફરજીયાત કરી દીધો છે. તેના માટે ખોરાક બનાવવાના વાસણો અને ટીફીન ગુણવતા નિયંત્રણ આદેશ 2026 અંતર્ગત લાગુ કરી દેવાયો છે. બીઆઈએસએ નકકી કરશે કે વાસણ બનાવવામાં ઉપયોગી એલ્યુમીનીયમ અને અન્ય ધાતુઓ હાનીકારક છે કે નહિં.આથી ગ્રાહકને બહેતર ઉત્પાદન મળશે. હલકી કક્ષાના અને ભેળસેળ ધાતુથી બનેલા વાસણો પર રોક લાગશે.
બીઆઈએસ વાસણો વધુ ટકાઉ અને ભરોસાલાયક હશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા નહિં થાય જોકે વેપારીઓનું કહેવુ છે કે સર્ટીફીકેશન અને બહેતર ગુણવતાવાળા કાચા માલના ઉપયોગથી ખર્ચ વધી શકે છે અને વાસણ મોંઘા થઈ શકે છે. ઉદ્યોગ સંગઠન અને વેપારીઓએ બીઆઈએસ કાયદાનો ભંગ કર્યો તો કાર્યવાહી કરી શકે છે.દંડ ભરવો મળી શકે છે.
