વિમલનાથ જિનાલયમાં રવિવારે ઘંટાકર્ણવીરનું અનુષ્ઠાન કરાશે

રાજકોટ તા,27
શ્રી વિમલનાથ જિનાલયમાં તા.29ને રવિવારે ઘંટાકર્ણવીરનું અનુષ્ઠાન સવારે 08.15 કલાકે વિમલનાથ જીનાલયના આરાધકો તરફથી સુખડી અહીજ વાપરવાની રહેશે. ફૂલના લાભાર્થી નિલેશભાઇ શશિકાંત મહેતા પરિવાર છે.
બપોરે 12 થી 2 વિમલનાથ જીનાલયમાં નોધાયેલા આરાધકો અને આમંત્રીતોનું સંઘજમણ લાભાર્થી શ્રી કાંતાબેન વૃજલાલ મહેતા મોરબીવાળા પરિવાર જુલિબેન અજીતભાઇ મહેતા પરિવાર અને બીજા લાભાર્થી સુશ્રાવક પરિવાર તરફથી છે.
કાર્યક્રમ સવારે 11/30 કલાકે વિમલનાથ જીનાલયમાં મૂળનાયકશ્રી વિમલનાથ પરમાત્માને સંઘ જમણનો થાળ બન્ને લાભાર્થી પરિવાર ના કુટુંબીજનો તરફથી ધરાવવામાં આવશે. 11/50 કલાકે વૃજભૂમિ પાર્ટીપ્લોટમાં લાભાર્થી પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય અને ત્યાર બાદ 12/00 કલાકે વિમલનાથ જીનાલય નાઆરાધકોના પગ ધોઈ ને સંઘપૂજન કરવામાં આવશે અને સંઘજમણ શરૂ કરવામાં આવશે.
આ તકે અંજલિબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય પધારવાના છે. રાજકોટમાં તેમજ 20કી.મી ના એરિયામાં વિચરતા તમામ સાધુ-સાધ્વીને સેવા આપતા વિહાર સમિતિના 10 સેવકોનું બહુમાન કરવામાં આવશે.
કાર્યક્રમ દરમ્યાન આજના સંઘજમણના લાભાર્થી પરિવારનું બહુમાન જીનાલયમાં સવારે 6.00 વાગ્યાથી પક્ષાલ પૂજામાં સેવા આપતા આરાધકોનું બહુમાન, વર્ષ દરમ્યાન સ્નાત્રપૂજા વગેરે સેવા આપતા પૂજા મંડળના બહેનોનું સન્માન, સમગ્ર વર્ષદરમ્યાન 150 થી વધારે દિવસ સુધી પરમાત્માની સુંદરમઝાની આંગી કરવા પધારતા બહેનોનું સન્માન, જીનાલયના તમામ પ્રસંગમાં રંગોળી-ગહુલિ વગેરેની સેવા આપતા બહનોનું બહુમાન, વિમલનાથ જીનાલયમાં બુધવારના જાપ કરાવતા બહેનોનું સન્માન, પર્યુષણ દરમ્યાન પ્રતિકમણ કરાવા આવતા બહેનોનું સન્માન, દર અઠવાડિયે દેવીઓની ચૂદડી વગેરે શણગાર કરનારનું સન્માન, જીનાલયના તમામ કામમાં સેવા આપતા કાર્યકરોનું સન્માન, પૂજારીનું બહુમાન, સફાઈ કરવા આવતા કર્મચારીનું બહુમાન કરાશે.
તા. 31ને મંગળવાર સવારે 08/15 કલાકે માણીભદ્રવીરનું અનુષ્ઠાન લાભાર્થી ભાવિકાબેન ભરતભાઇ દોશી પરિવાર છે.
તા.01ને બુધવારે વિમલનાથ પરમાત્માના મોક્ષ કલ્યાણક નિમિતે સવારે 7/30 કલાકે 108 અભીષેકનું આયોજન સવારે 7/30 સુધી પધારેલ ભાવિકોને નવકારશી પેકેટ સ્વરૂપે પ્રભાવનામાં આપવામાં આવશે કાર્યક્રમના સંપૂર્ણ લાભાર્થી ભારતિબેન પ્રતાપભાઇ મહેતા સાંજે 8/30 કલાકે આંગી-સમૂહ આરતી અને પ્રભાવના સૌમિબેન અતુલભાઈ મોદી પરિવાર છે. પક્ષાલનું નમણ પ્રભાવના રૂપે (કપૂર) નાખેલું નિશાબેન ધર્મેશભાઈ મહેતા પરિવાર આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિમલનાથ જીનાલયના ક્ધવીનર વિપુલભાઇ દોશી, હિતેનભાઇ મહેતા, કપિલભાઇ જસાણી, ફિરોજભાઈ મહેતા, હર્ષવદન શાહ, હરેશભાઈ બાખડા, અનીલભાઈ જસાણી, જીતેન્દ્રભાઈ દોશી, દર્શિતભાઈ મહેતા, ભૂપેન્દ્રભાઈ દોશી, અશ્વિનભાઈ શાહ, આશીષ એ. દોશી, રસિકભાઈ રૂપડા, મીલાપભાઈ દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ