બાર્સેલોના લા લિગાના નિયમોને કારણે મેસ્સીને ફરીથી સાઇન કરી ન શક્યું
આર્જેન્ટિના,તા.૮
આર્જેન્ટિનાના કેપ્ટન અને દિૃગ્ગજ સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની ટ્રાન્સફરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફ્રેન્ચ ક્લબ પીએસજી સાથે સતત બે વર્ષ રમ્યા બાદૃ, મેસ્સી હવે મેજર લીગ સોકર ક્લબ ઇન્ટર મિયામીમાં જોડાયો છે. બધાને આશા હતી કે મેસ્સી બાર્સેલોના પરત ફરશે. જ્યાંથી તેના કરિયરની શરૂઆત થઈ હતી. મેસ્સીને સાઉદૃી અરેબિયા તરફથી કરોડો રૂપિયાની ઓફર પણ આવી હતી. પરંતુ મેસીએ ઇન્ટર મિયામી જવાનું નક્કી કર્યું. હવે તે આગામી સિઝનમાં મિયામી માટે રમતા જોવા મળશે. જોકે સત્તાવાર રીતે મેસ્સી ટૂંક સમયમાં મિયામી સાથે કરાર કરશે.મી સિઝનમાં મિયામી માટે રમતા જોવા મળશે. જોકે સત્તાવાર રીતે મેસ્સી ટૂંક સમયમાં મિયામી સાથે કરાર કરશે.
લિયોનેલ મેસીને સાઇન કરવાનું બાર્સેલોનાનું સપનું ફરી એક વખત સપનું જ રહી ગયું. મેસ્સી બાર્સેલોના માટે ૧૭ વર્ષ ફુટબોલ રમ્યો છે. જો કે વર્ષ ૨૦૨૧માં બાર્સેલોના લા લિગાના કેટલાક નિયમોને કારણે મેસ્સીને ફરીથી સાઇન કરી શક્યું ન હતું, જેના કારણે તેને ક્લબ છોડવી પડી હતી.
જ્યારે મેસ્સીનો પેરિસ સાથેનો કરાર સમાપ્ત થયો, ત્યારે બાર્સેલોનાએ ફરી એકવાર તેને સાઇન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કોન્ટ્રાક્ટ પણ મેસ્સીની સામે રાખ્યો હતો. પરંતુ આ વખતે મેસ્સી પોતે જ બાર્સેલોનાની ઓફરને ફગાવી દૃીધી હતી, જેની પાછળ તેણે મોટું કારણ પણ આપ્યું છે.
મેસ્સીએ જણાવ્યું કે, ’હું ખરેખર પાછા આવવા માંગતો હતો, હું તેની રાહ જોઈ રહૃાો હતો, પરંતુ, બીજી બાજુ હું જે સમયમાંથી પસાર થયો, તે ફેઝમાંથી બહાર નીકળ્યા પછી ફરી તે પરિસ્થિતિમાંથી પસાર થવા માંગતો ન હતો. હું મારું ભવિષ્ય બીજાના હાથમાં છોડવા માંગતો ન હતો. કોઈક રીતે હું મારા અને મારા પરિવાર માટે મારો નિર્ણય લેવા માંગતો હતો. તેણે વધુમાં જણાવ્યું કે, ‘જો કે મેં સાંભળ્યું હતું કે લીગે બધું સ્વીકારી લીધું છે અને મારા પાછા આવવા માટે બધું સારું છે. હજુ પણ ઘણી બધી વસ્તુઓ ખૂટે છે. મેં સાંભળ્યું હતું કે તેઓએ ખેલાડીઓ વેચવા પડશે અથવા અન્ય ખેલાડીઓનો પગાર ઘટાડવો પડશે અને સત્ય એ છે કે હું તેમાંથી પસાર થવા માંગતો ન હતો.
મેસ્સીએ ઈન્ટરવ્યુમાં કહૃાું કે, ‘‘મેં નક્કી કર્યું છે કે હું મિયામી જઈ રહૃાો છું, મારી પાસે ૧૦૦ ટકા ડીલ નથી, પરંતુ મેં ત્યાં મારું કરિયર ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. વર્લ્ડ કપ જીત્યા પછી અને બાર્સામાં ન જઈ શક્યા બાદૃ, મારા માટે હવે સમય આવી ગયો છે કે હું એમએલએસમાં જઈને જુદૃી રીતે ફૂટબોલ રમું અને મારા રોિંજદૃા જીવનનો વધુ આનંદૃ માણું.