એમેઝોન ઈન્ડિયાને આજે કંપનીના પ્રથમ મોટા શોપિંગ ઇવેન્ટ – ગ્રેટ રીપબ્લિક ડે સેલ 2026માંગ્રાહકોની મજબૂત સહભાગીદારી અને જબરદસ્ત માંગ જોવા મળી હતી.ગ્રાહકો પ્રીમિયમ ઉત્પાદનો તરફ અપગ્રેડ થયાં હતા, જીવનશૈલીનાતંદુરસ્ત વિકલ્પોને સ્વીકારી હતી તથા વ્યાપક પસંદગી, ઝડપી ડીલિવરી તથા ખામીરહિત અનુભવને કારણે આકાંક્ષી અને આવશ્યક એમ બંને પ્રકારની ખરીદી કરી હતી. પ્રાઇમના ગ્રાહકો દ્વારા સેમ-ડે ડીલિવરી ઑર્ડર્સમાં ગત વર્ષની સરખામણીએ 2.5 ગણો વધારો થયો છે.
એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘એમેઝોન ગ્રેટ રીપબ્લિક ડે સેલમાં કેટલાંક મુખ્ય વલણો મજબૂત બન્યાં છે, જેમાં પ્રથમ વખત ખરીદી કરતાં ગ્રાહકોની – ખાસ કરીને ટિયર 2 અને 3 શહેરોમાં રહેતાં ગ્રાહકોની મજબૂત સહભાગીદારીનો સમાવેશ થાય છે.અમને સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ, ફેશન અને બ્યુટી જેવી કેટેગરીઓમાં પ્રીમિયમાઇઝેશન તરફનો એક સ્પષ્ટ બદલાવ સતત જોવા મળી રહ્યો છે.ગ્રાહકો પ્રોડક્ટ્સ શોધવા અને માહિતગાર થઇને પસંદગી કરવા માટે એઆઈથી સંચાલિત ફીચર્સનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે પ્રાઇમ મેમ્બર્સે સમગ્ર સેલ દરમિયાન વધારાની બચત અને સૌથી ઝડપી ડીલિવરીનો લાભ ઉઠાવ્યો હતો. લોકો તંદુરસ્ત જીવનશૈલીને વધુ મહત્વ આપતાં થયાં છે.ગ્રાહકો વ્યાપક વિકલ્પો, ઝડપ, સુવિધા અને યોગ્ય મૂલ્ય માટે એમેઝોન ઈન્ડિયા પર વિશ્ર્વાસ મૂકે છે, તે જ અમારો પાયો છે અને અમે આ ગતિનો લાભ ઉઠાવીને સમગ્ર વર્ષ દરમિયાન અમારા ગ્રાહકો, વિક્રેતાઓ અને ભાગીદારો માટે વધુ સારા અનુભવોનું નિર્માણ કરીશું.’
