ભારતની ઓઇલ ખરીદી ત્રીજો દેશ નક્કી નહીં કરે

ભારત કોઈ પણ દૃેશ પાસ્ોથી ઓઇલ ખરીદૃવા માટે સ્વતંત્ર છે:ડીલ પર રશિયાની પ્રતિક્રિયા

રશિયા પાસેથી તેલ ખરીદૃવા બાબતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દૃાવા પર ભારત સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દૃોમાં પ્રતિક્રિયા આપી છે. વિદૃેશ મંત્રાલયે સાફ કરી દૃીધું છે કે ભારત કોઈ પણ દૃેશના દૃબાણમાં આવ્યા વગર પોતાની ઊર્જા જરૂરિયાતો અને દૃેશહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો હતો કે ભારત હવે રશિયાના બદૃલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદૃશે. જેના જવાબમાં ભારતના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહૃાું કે ૧૪૦ કરોડ ભારતીયોની ’એનર્જી સિક્યોરિટી’ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે સ્પષ્ટ કર્યું કે અમે ક્યાંથી તેલ ખરીદૃવું તે બજારની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના આધારે નક્કી કરીશું. અમેરિકન પ્રમુખના નિવેદૃન બાદૃ ઊભા થયેલા સવાલોના જવાબમાં વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પશ્ર્ચિમી દૃેશોને આયનો બતાવતા કહૃાું કે, “સરકારે અગાઉ પણ અનેકવાર જાહેર કર્યું છે કે ભારતની પ્રાથમિકતા તેના નાગરિકોની સુરક્ષા છે. અમે તેલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની રણનીતિ પર કામ કરીએ છીએ, પરંતુ આ તમામ નિર્ણયો ભારતની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યા છે અને લેવામાં આવશે.”ભારત સરકારે આડકતરી રીતે એવો સંદૃેશ આપ્યો છે કે રશિયા હોય કે વેનેઝુએલા, ભારત કોની સાથે વેપાર કરશે તે કોઈ ત્રીજો દૃેશ નક્કી કરી શકે નહીં. રણધીર જયસ્વાલે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ બદૃલાતી રહે છે, પરંતુ અમારી વ્યૂહરચનાના મૂળમાં ભારતની ઊર્જા સુરક્ષા જ રહેશે. આ નિવેદૃન ટ્રમ્પ પ્રશાસન માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કે ભારત પોતાની વિદૃેશ નીતિ અને વેપાર નીતિમાં કોઈ પણ પ્રકારની દૃખલગીરી સહન કરશે નહીં.

ભારત-યુએસ ટ્રેડ ડીલ પર ૪-૫ દિૃવસમાં હસ્તાક્ષર થઈ શકે છે

વ્યાપાર મંત્રી પિયુષ ગોયલનો દૃાવો

ભારત અને અમેરિકા વચ્ચેનો બહુચર્ચિત વેપાર કરાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દૃાવો કર્યો છે કે બંને દૃેશો વચ્ચેના વેપાર કરાર પર આગામી ૪ થી ૫ દિૃવસમાં સહી થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે માત્ર ઔપચારિક પ્રક્રિયા બાકી છે. અહેવાલો મુજબ, પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ કરારના પ્રથમ તબક્કાનો કાનૂની ડ્રાટ માર્ચના મધ્ય સુધીમાં જાહેર થવાની શક્યતા છે. આ કરાર ભારતઅમેરિકા આર્થિક સંબંધોને નવી દિૃશા આપશે.

ભારત-અમેરિકા વેપાર કરાર પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાએ કહ્યું છે કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સ્વતંત્ર છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર કરાર અંગે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે સંમત થયું છે.

રિલેટેડ ન્યૂઝ