જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં બેંક ઓફ બરોડાની જસદણ બ્રાન્ચની બાજુમાં આવેલી દુકાનમાં લાગેલી આગને કારણે દુકાનની ઉપરના માળે રહેતા 6 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. જેને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો મુજબ જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દુકાનની ઉપરના માળે પવન ચક્કી કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ રહેતા હતા. નીચેની દુકાનમાં આગ લાગતા તેઓ ધુમાડા અને આગના કારણે બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ જસદણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તમામ 6 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.આગમાં ફસાયેલા અશોકભાઈ છગનભાઈ, અનિલભાઈ મહેશભાઈ, સોમાભાઈ, લાખાભાઈ, મહિપતભાઈ અને ઓમકારભાઈનો ફાયર ટીમ દ્વારા સલામતરીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે ગભરાઈ એક કર્મચારીએ કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.બચાવાયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે અને ફાયર વિભાગે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગોંડલના ભરૂડી પાસેથી આઈશરમાં ભરેલ 22.13 લાખનો દારૂ ઝડપાયો
દમણથી જૂનાગઢમાં ઘૂસે તે પહેલા એલસીબી ત્રાટકી: ચાલક સહિત 27.33 લાખનો મુદામાલ જપ્ત રૂરલ એલસીબી મોડી... -
રાણપુરની કન્યા શાળામાં પોસ્કોમાંથી મુક્ત થયેલ શિક્ષકની પુન:નિમણૂક સામે વિરોધ
જો વિવાદીત શિક્ષકને હાજર કરાશે તો તાળા બંધીની ચિમકી અપાઈ બોટાદ જીલ્લાના રાણપુરમાં રૂ.અ.શેઠ ક્ધયા શાળામાં... -
રાજકોટમાં દેશવ્યાપી હડતાલ પૂર્વે એલઆઈસી બેંક કર્મચારીઓ દ્વારા કરાયા સુત્રોચ્ચાર
સરકાર દ્વારા કરાયેલા સુધારા અને ખાનગીકરણનો વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી...
