સંતો-આગેવાનોએ આશીર્વાદ આપ્યા, હેલિકોપ્ટર દ્વારા દંપતિઓ પર કરાઇ પુષ્પવર્ષા
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં નાણબાપુના મેલડીમાં ધામ દ્વારા આજરોજ દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે.21 દીકરા-દીકરી સમૂહ લગ્નના માધ્યમથી પ્રભુતામાં પગલા માંડ્યા.રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે રવિરાજ હોટલ સામે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયા. જેમાં રાત્રે ભવ્ય રાસ-ગરબા યોજાયા જેમાં નામી અનામી કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.સમૂહ લગ્નોત્સવમાં મંડપ મુર્હત,ગણેશ સ્થાપન,સંતોના ભુવાજીના સામૈયા,ભોજન પ્રસાદ સહિત ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયા.સાથે સંતો,ભુવાજી તેમજ રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનો આશીર્વાદ આપવા પધાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નાણબાપુના મેલડીમાની કૃપાથી મા-બાપ વગરના દીકરા-દીકરી તેમજ જરૂરિયાતમંદ પરિવારની દીકરી ના આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મહામંડલેશ્વર 1008 પૂજ્ય કનીરામ બાપુ ,1008 પૂજ્ય રામબાલકદાસ બાપુ,પૂજ્ય આઈશ્રી કંકુ કેસરમાં, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ઉઢજઙ મનિષાબેન દેસાઈ, રાણપુર વેપારી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, સિધ્ધરાજભાઈ રબારી, રાણપુર મામલતદાર કે.બી.ગોહિલ, ધનાભાઈ આલ (ભુવાજી)સહિત અનેક સંતો-ભુવાજી એ 21 યુગલોને આશીર્વાદ આપ્યા હતાવસાથે સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ દીકરીઓને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યો હતો. એક પણ રૂપિયો લીધા વગર 21 નવદંપતિઓના સમુહ લગ્ન કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન નાણબાપુના મેલડીમાં ધામ રાણપુરના ભુવાજી ધનાભાઈ આલ ભુવાજી દ્વારા અને સેવક સમુદાય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ…
