બગસરામાં મહાશિવરાત્રી નિમિતે શોભાયાત્રા નીકળી

મહાદેવની પાલખી,ભૈરવ બાબાની પાલખી સાથે માતાજી પણ પાલખીમાં બિરાજમાન થયા

બગસરા શહેરના ઇતિહાસમાં સતત ત્રીજી વખત મહાશિવરાત્રી નિમિત્તે પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . જયારે આ વર્ષે ત્રી – પાલખી શિવોત્સવ તરીકે શોભાયાત્રા નીકળી હતી. જેમાં આ વર્ષે મહાદેવની પાલખી, ભૈરવબાબાની પાલખી અને સાથે માતાજી પણ પાલખીમાં બિરાજમાન થઇ શહેરની નગર ચર્યા કરી હતી. આ શોભાયાત્રામાં ડિ.જે.તાલ તેમજ અલગ અલગ ફ્લોટમાં મહાદેવ શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં બાળકો દ્વારા મહાદેવની વેષભુષા કરી મહાશિવરાત્રી પાવન અવસર પર ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ મહાશિવરાત્રીના પર્વમાં ત્રી- પાલખીયાત્રા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળિયો હતો. મહાદેવની પાલખી, ભૈરવબાબાની પાલખીની સાથો સાથ માતાજી પાલખીમાં બિરાજમાન થઇ નગર ચર્યા કરી લોકોને દર્શન આપ્યા હતા.આ શોભાયાત્રામાં 78 જેટલાં પોલીસ કર્મી ખડે પગે રહી આ યાત્રાને સફળ બનાવી હતી. આ શોભાયાત્રા રત્નેશ્વર મહાદેવ મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં આ પાલખીયાત્રાનું પૂર્ણાહુંતી કરવામાં આવી હતી. અંતમા રાજોપચાર સાથે મહાઆરતી કરી આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.શોભાયાત્રા પૂર્ણ થતા તમામ લોકોને ફરાળ પણ કરાવવા આવ્યું હતું.આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે બગસરાની તમામ સંસ્થાનો જેવી કે ચેમ્બર ઓફ કોમર્સ,વેપારી મહામંડળ, કિરાણા એસોસિયેશન અને પેસેન્જર એસોસિયેશન દ્વારા બગસરાને આ પાલખીયાત્રા સમર્થન આપી ભવ્ય બનાવવામાં આવી હતી. તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરીને આ પાલખી શોભાયાત્રા દરમિયાન અલગ અલગ સંસ્થાઓ દ્વારા ફરાળ તેમજ ઠંડાપીણાના સ્ટોલોપણ લગાવવામાં આવ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ