વિદેશી જહાજ પર નિર્ભર નહીં રહે ભારત હવે વિદેશથી પેટ્રોલ-ડીઝલ લાવવા ખુદ જહાજ બનાવશે

રૂા.15000 કરોડનું રોકાણ થશે: 59 જહાજ બનાવશે: 6 લાખ કરોડ રૂપિયાની બચત થશે

ભારત ક્રુડ ઓઈલ અને ઈંધણના પરિવહન માટે વિદેશી જહાજો પર નિર્ભર રહે છે. તેના પર વર્ષે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, હવે મુખ્ય ઓઈલ કંપનીઓ આ ખર્ચને ઘટાડવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા સાથે એક ખાસ જોઈન્ટ વેન્ચર બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવિત નવી કંપનીમાં ત્રણ સરકારી ઓઈલ કંપનીઓની કુલ ભાગીદારી 35 ટકા રહેશે, જયારે શિપિંગ કોર્પોરેશન આ નવી કંપનીમાં 50 ટકા સાથે મુખ્ય ભાગીદારની ભૂમિકા નિભાવશે. બચેલી 15 ટકા ભાગીદારી મેરી ટાઈમ ડેવલપમેન્ટ ફંડ (એનડીએફ) પાસે રહેશે.
રૂા.15000 કરોડનું રોકાણ 59 નવા જહાજ: એમડીએફ સરકારની એક વિશેષ પહેલ છે, જેને સમુદ્ર ક્ષેત્રમાં નાણાકીય મદદ આપવા માટે 25 હજાર કરોડ રૂપિયાના કોષ (ભંડોળ) સાથે બનાવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદેશ વિદેશી જહાજો પર નિર્ભરતા ખતમ કરવા અને મુલ્યવાન વિદેશી મુદ્રા સુરક્ષિત રાખવાનો છે. શિપિંગ કોર્પોરેશનના ચેરમેન બી.કે.ત્યાગીએ જણાવ્યું હતું કે આ જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ)ની ટેકનીકલ શરતો પર ઝડપથી કામ થઈ રહ્યું છે. આ મહા યોજના અંતર્ગત 59 જહાજ ખરીદવામાં આવશે. તેમાં મોટા ક્રુડ કેરિયર અને ઓફશોર જહાજ સામેલ થશે. આ પુરી ખરીદી પ્રક્રિયામાં લગભગ 15000 કરોડથી 17000 કરોડ રૂપિયાના રોકાણનું અનુમાન છે.

રિલેટેડ ન્યૂઝ