રાંધણ ગેસની અછત વચ્ચે 3 હજાર લોકોને બે ટાઈમનું ભોજન મળતુ રહેશે
રાજકોટ શહેરમાં છેલ્લા 35 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે નિ:શુલ્ક માનવ માત્રને બંને ટાઈમ ભોજનની સેવા પુરી પાડતા બોલબાલા ટ્રસ્ટને હાલ ગેસની અછત સર્જાતા વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે લાકડાની મદદથી ચુલા ઉપર રસોઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. એક પણ મનુષ્ય ભુખ્યો ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા વિકટ પરિસ્થિતિમાં ત્રણ ટાઈમ રસોડુ શરૂ રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે હાલ ટ્રસ્ટનો ગેસ બાટલાની અછત સર્જાતા દાળ-ભાત-શાક ચુલા ઉપર અને હળવો નાસ્તો, ચા, રોટલી ગેસ ઉપર બની રહી છે. સંસ્થા પાસે 10 કોમર્શિયલ અને 6 ઘરેલુ ગેસ રિફીલની સુવિધા છે. દરરોજ ત્રણ ટાઈમ રસોઈ બને છે. બંને ટાઈમ વાહનો મારફત વિવિધ વિસ્તારોમાં રસોઈનું વિતરણ કરવામાં વિવિધ આવી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા 35 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં રેન બસેરા, પથિકા શ્રમ વિવિધ હોસ્પિટલ, બાંધકામ સાઈડ સહિત અનેક સ્થળોએ દરરોજ 3000 થી વધુને ભોજન પીરસવામાં આવે છે. કોરોના જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ભોજન વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી સેવાના આ કાર્યમાં જિલ્લા વહીવટી તંત્ર, પુરવઠા શાખા વિવિધ શાખાઓ ગેસ એજન્સી પીજીવીસીએલ, પોલીસ સૌ કોઈના સાથ સાથે સમાજના દાતાઓ શ્રેષ્ઠીઓનો સહયોગ મળી રહ્યો છે.હાલના સંજોગોમાં ગેસની અછત ગેસ સર્જાતા અમોએ ગેસ એજન્સી પાસે રિફિલની માંગણી કરતા તેમના તરફથી સહયોગ મળી રહ્યો છે. ટ્રસ્ટને પુરતા પ્રમાણમાં ગેસ મળી રહે તે માટે જિલ્લા વહીવટને પણ રજુઆત કરવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થા ભાગરૂપે ચુલા ઉપર લાકડાની મદદથી રસોઈ બનાવવાની શરૂઆત કરી છે. તેમ અંતમાં જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું છે.હાલ ગેસ રીફીલ અછતથી હોટલ રેસ્ટોરન્ટ પણ બંધ થવા લાગ્યા છે. તેવા સમયે બોલબાલા ટ્રસ્ટે પોતાની સેવાની જયોતને જલતી રાખવામાં ચુલા પેટાવી રસોઈ બનાવી ભુખ્યા જનોની જઠરાગ્નિ ઠારવા ત્રણેય ટાઈમ શુદ્ધ સાત્વીક ભોેજનની સેવા અવિરત જાળવી રાખી છે.
