જી.ટી.યુ. સેમેસ્ટર પ્રથમના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં વી.વી.પી.નો અને વીવીપીના વિદ્યાર્થીઓનો દબદબો

તાજેતરમાં જાહેર થયેલ જી.ટી.યુ. દ્વારા સેમેસ્ટર પ્રથમના પરિણામને એનાલીસીસ કરાતા કુલ 59 એન્જિનિરીંગ કોલેજમાંથી કુલ 14175 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાંથી સમગ્ર ગુજરાતમાં વી.વી.પી. તેમજ વી.વી.પી.ના વિદ્યાર્થીઓએ બ્રાંચ વાઈઝમાં ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.
વીવીપી એન્જિનિરીંગ કોલેજનો સૌરાષ્ટ્ર રીજીયનમાં એસ.પી.આઈ. વાઇઝ પ્રથમ રેન્ક અને સમગ્ર ગુજરાતમાં દશમો રેન્ક પ્રાપ્ત કરેલ છે.
સમગ્ર ગુજરાતમાં જી. ટી.યુ.માં બ્રાંચ વાઈઝ તથા સી.પી.આઈ. મુજબ વી.વી.પી.ની વિદ્યાર્થીની બંસરી મહેન્દ્રભાઈથ ડોડીયા (સી.ઈ.) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.9 મેળવી પ્રથમ રેન્ક, હેમાંશી ચેતનભાઈ જાગડ (સી.ઈ.) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.9 મેળવી પ્રથમ રેન્ક, દિવ્યતાબા મહેન્દ્રસિંહ જાડેજા (ઈલેકટ્રીકલ) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.8 મેળવી પ્રથમ રેન્ક, યોગીન મોહિતભાઈ તોગડિયા (કેમીકલ) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.7 મેળવી બીજો રેન્ક, ખુશાલી પરેશભાઈ અકબરી (સી.ઈ.) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.8 મેળવી બીજો રેન્ક, હિરવા અલ્પેશભાઈ પીપળીયા (સી.ઈ.) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.8 મેળવી બીજો રેન્ક, ધ્રુવી મુકેશભાઈ પધરા (કેમિકલ) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.5 મેળવી ચોથો રેન્ક, સૌમ્ય યોગેશકુમાર જોષી (ઈ.સી.) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.5 મેળવી ચોથો રેન્ક, પાર્થ પ્રવીણભાઈ સોનાગ્રા (આ.ટી.) સી.પી.આઈ. મુજબ 10 માંથી 9.5 મેળવી પાંચમો રેન્ક પ્રાપ્ત કરેલ છે.
આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશીકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્દ્રભાઇ દવે, ડો.નવીનભાઇ શેઠ, આચાર્ય ડો. પિયુષભાઇ વણઝારા તમામ વિભાગના વડાઓ તથા સમગ્ર કર્મચારીગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ