શાપર-રાવકીમાં એસઓજીના બે દરોડા પેડલર બેલડી સહિત 3 ગાંજા સાથે ઝડપાયા

રાવકીમાં પરપ્રાંતીય શખ્સ 906 ગ્રામ ગાંજા સાથે અને બેલડી 3 કિલો 972 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ રેન્જ આઈ.જી તરીકે નિર્લિપ્ત રાયએ ચાર્જ સંભાળ્યા બાદ માદક પદાર્થની હેરફેર સામે કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી રૂરલ એસોજીની ટીમ ત્રણ દિવસ પૂર્વે જ મેટોડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી લીધા બાદ ગઈકાલે અલગ અલગ બે દરોડામાં માદક પદાર્થનો જથ્થો ઝડપી લીધો છે. જેમાં એસઓજી અને શાપર વેરાવળ પોલીસે મળી શાપરમાંથી પોણા ચાર કિલો ગાંજા સાથે મહિલા સહિત બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે એસોજીની ટીમે અન્ય એક દરોડામાં લોધીકાના રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 906 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખસને ઝડપી લીધો હતો. દરોડાની વિગત મુજબ, એઓજી પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.જી.જે.ઝાલાની રાહબરીમાં ટીમ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાના પીએસઆઇ ઝાલા તથા કોન્સ રણજીતભાઈ ધાધલને બાતમી મળી હતી કે, જ્યોતીબેન ગૌસ્વામી (રહે, શાપર વેરાવળ સર્વોદય સોસાયટી) એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જે હકીકત આધારે મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મહીલાના કબ્જા ભોગવટાના ભાડાના રહેણાંક મકાનમાંથી 3 કિલો 972 ગ્રામ ગાંજો જેની કિંમત રૂ.1,98,600 મળી આવ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન માદક પદાર્થ સાથે જ્યોતિબેન વસંતભાઈ પાંડુભાઈ ગૌસ્વામી(ઉ.વ.28 રહે.શાપર વેરાવળ, સર્વોદય સોસાયટી) અને મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા સાવરકુંડલા, આકાશીપરા) ને ઝડપી લઇ તેની પાસેથી બે મોબાઇલ મળી કુલ રૂ.2,33,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી શાપર-વેરાવળ પોલીસ સ્ટેશને ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મહિલા ડ્રગ પેડલર જયોતી અને મહેન્દ્ર બંને સુરતમાં રેલવે પાટા પાસેના વિસ્તારમાંથી ગાંજાનો આ જથ્થો લાવ્યો હતા અને જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુધીયો નામના શખસને આ ગાંજાનો જથ્થો પહોંચડવાનો હતો જેથી જામનગરના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાવકીમાં પરપ્રાંતીય શખ્સ 906 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
એસઓજીની ટીમે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જાહેર રસ્તા પરથી શાહરુખખાન મીઠ્ઠનખાન (ઉ.વ. 24 રહે. હાલ રાવકી, મૂળ બરકા ઉદયપુર, યુપી)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 44,300 ની કિંમત નો 906 ગ્રામ ગાંજાનો જથ્થો મની આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 49,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા,તેને ગાંજાનો આ જથ્થો મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતા બસીમખાન નામના શખસે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને છૂટકમાં વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બસીમખાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ