વંથલીના ધણફુલીયા ગામે સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો, અરજદારો હેરાન

ટેકનિકલ ક્ષતિના કારણે આધારકાર્ડની કામગીરી ઠપ્પ

વંથલીના ધણફુલીયા ગામે સરકારના સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. ટેકનીકલ ક્ષતિન કારણે આધારકાર્ડની કામગીરી નહી થતા અરજદારો હેરાન થયા હતા. આધારકાર્ડની કામગીરી માટે આવેલ અરજદારો થયા હેરાન..લોકોમાં ભારે નારાજગી.. વંથલી વહીવટી તંત્ર દ્વારા લોકોને સરળ અને સુલભ રીતે વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ શકે તેને લઈ વંથલી તાલુકાના 11 ગામોના સેવાસેતું કાર્યક્રમનુ ધણફુલીયા ગામે આયોજન કરવામાં આવ્યું હતું પણ વહીવટી તંત્રમાં સંકલનના અભાવે આયોજનમાં અનેક ખામીઓ જોવા મળી હતી. સેવાસેતુંમાં નક્કી કરાયેલા 11 ગામોમાંથી 4 થી 5 ગામના સરપંચોને જાણ કરવામાં ન આવતા અનેક અરજદારો સેવાનો લાભ લેવાથી વંચિત રહ્યા હતા સેવાસેતુ આધારકાર્ડમાં ટેક્નિકલ.ક્ષતિને કારણે કામગીરી ન થતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારી તંત્રના તાયફા સામે નારાજગી વ્યક્ત કરી હતી એક મહિલા છેલ્લા 4 માસથી પોતાની પુત્રીના આધારકાર્ડમાં ફિંગર ન આવતા હોવાથી અહીં ધક્કો ખાધો હતો પણ અહીં પણ કામગીરી ન થતા પોતાની પુત્રીની શિષ્યવૃતિની કામગીરી થતી નથી તેમ જણાવ્યું હતું અનેક અરજદારો પોતાના આધારકાર્ડમાં સુધારા અંગે કોઈ કામગીરી ન થતા વીલા મોઢે પરત ફર્યા હતા બીજા વિભાગોમાં પણ અરજદારોની પાંખ ી હાજરી જોવા મળી હતી આમ તંત્રના સંકલનના અભાવે લોકોની સેવા માટેનો કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો

રિલેટેડ ન્યૂઝ