અમેરિકા અને બ્રિટન સહિતના વિદૃેશી નાગરિકો મિઝોરમ થઈને મ્યાનમાર જઈ રહૃાા છે : મુખ્યમંત્રી
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ પરથી સાત વિદૃેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદૃોની દિૃલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી.અહેવાલો અનુસાર, આ મામલે મિઝોરમના મુખ્યમંત્રી લાલદૃુહોમાએ પણ વિધાનસભામાં ગંભીર વિગતો આપી હતી. તેમણે પુષ્ટિ કરી છે કે અમેરિકા અને બ્રિટન સહિતના વિદૃેશી નાગરિકો મિઝોરમ થઈને મ્યાનમાર જઈ રહૃાા છે. આ વ્યક્તિઓ આતંકીઓને શસ્ત્ર તાલીમ આપવામાં સામેલ હોવાનું અને તેમાંથી કેટલાક અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ જોડાયા હોવાના અહેવાલો મળ્યા છે.NIAની તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, આ આરોપીઓ યુરોપથી ડ્રોનનો મોટો જથ્થો મંગાવી રહૃાા હતા અને મ્યાનમારના એવા બળવાખોર જૂથોને સપ્લાય કરતા હતા જેમને ભારતીય આતંકી સંગઠનોનું સમર્થન છે. આરોપીઓ માન્ય વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા, પરંતુ મિઝોરમ જેવા સંવેદૃનશીલ વિસ્તારો માટે જરૂરી ‘પ્રતિબંધિત વિસ્તાર પરમિટ (ઇછઁ) મેળવી નહોતી. તે સરહદૃ ઓળંગીને મ્યાનમારમાં ભારત વિરોધી વંશીય જૂથોને મળ્યા હોવાનું પણ ખુલ્યું છે.પટિયાલા હાઉસ કોર્ટે આ ષડયંત્રની ઉંડાઈ, ભંડોળના સ્ત્રોત અને વિદૃેશી હેન્ડલરો વિશે વધુ માહિતી મેળવવા માટે આરોપીઓની કસ્ટડી ૨૭ માર્ચ સુધી લંબાવી દૃીધી છે.
એજન્સી હાલમાં આરોપીઓના મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્કેન કરી રહી છે જેથી ભારતમાં છુપાયેલા તેમના અન્ય સાથીદૃારો સુધી પહોંચી શકાય.
