રાજકોટમાં મંત્ર થેરાપી દરબાર યોજાયો, 750થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક અનુભવ

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ઋષિ સ્વામીજી દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ મંત્ર થેરાપી દરબારનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ દરબારમાં 750થી વધુ લોકોએ હાજરી આપી હતી અને પવિત્ર મંત્રોના જાપ તથા મંત્ર સાધનાની શક્તિનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમમાં અનેક માનનીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને તેમણે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
દરબાર દરમિયાન ઙગુરુએ મંત્ર શક્તિપાત, સર્વ દુ:ખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરી હતી. સાથે જ જીવનમાં આવતી આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે સાત પ્રકારના દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી હતી.
આગામી દરબાર 12 એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યારબાદ આનંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજવાના આયોજન છે.
ગંભીર શારીરિક પડકારો હોવા છતાં ઙગુરુ સતત લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે.

રિલેટેડ ન્યૂઝ