હજારો લોકોએ સ્વાગત કર્યું, કહૃાું- આશા સાથે આગળ વધી રહૃાા છીએ
લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક રવિવારે ૬ મહિના (લગભગ ૧૭૦ દિૃવસ) પછી લેહ પહોંચ્યા. કેન્દ્ર સરકારે ૧૪ માર્ચે વાંગચુક પર લગાવેલો નેશનલ સિક્યુરિટી એક્ટ (દ્ગજીછ) હટાવ્યો હતો. ત્યારબાદૃ તેમને જોધપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
લેહમાં તેમના માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંગચુકના સેંકડો સમર્થકો પહોંચ્યા હતા. વાંગચુકે સમર્થકોને સંબોધતા કહૃાું- જે હેતુ માટે આપણે કામ કરી રહૃાા છીએ, તેના માટે એક નવો સૂરજ ઉગશે. આપણે આશા સાથે આગળ વધી રહૃાા છીએ.
વાંગચુકે કહૃાું કે ૧૭૦ દિૃવસ પછી આ પહાડોમાં આવીને અને લોકો સાથે મળીને મને ખૂબ જ સારું લાગી રહૃાું છે. અમને આશા છે કે બધી બાજુથી આવું જ વાતાવરણ બનશે અને હું દૃેશભરના તે લોકોનો આભાર માનવા માંગુ છું, જેમણે આ સંઘર્ષમાં અમારો સાથ આપ્યો. હું લોકોને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહૃાો છું.
વાંગચુકે જેલના સમયને મુશ્કેલ અનુભવ ગણાવતા કહૃાું કે અટકાયતનો સમય આત્મનિરીક્ષણનો અવસર હતો. આ દૃરમિયાન મારી પત્ની ગીતાંજલિને કાનૂની લડાઈમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ખરેખરમાં, કેન્દ્રએ ૧૪ માર્ચે લદ્દાખના સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક પર લાગુ નેશનલ સિક્યુરિટી એક્ટ (દ્ગજીછ) હટાવ્યો હતો.
